________________
૮૧
રાજકીય સ્થિતિ : ચૌલુકય વંશ
વિ.સ. ૧૨૯૮માં ભીમદેવ મૃત્યુ પામતાં૨૯૯ તેની જગ્યાએ ત્રિભુવનપાલ સત્તા પર આવ્યા હતા.
ત્રિભુવનપાલ
ત્રિભુવનપાલ વિ.સં. ૧૨૯૮ (ઈ.સ. ૧૨૪૨)માં સત્તા પર આવ્યા હતા અને તેણે ફક્ત બે વર્ષ સુધી જ એટલે કે વિ.સ’. ૧૩૦૦ (ઈ.સ. ૧૨૪૪) સુધી જ રાજ્ય કયુ` હતુ`.૩૦૦ આ રાજવીના એક લેખ પ્રાપ્ત થાય છે અને તે વિ.સ. ૧૨૯૯ (ઈ.સ. ૧૨૪૩)નું કડીનુ તામ્રપત્ર છે. તેના આધારે જણાય છે કે ત્રિભુવનપાલ ભીમદેવ ૨ જાના ઉત્તરાધિકારી હતા. પ્રશ્નચિતામણિ’માં આના નિર્દેશ થયેલા જોવા મળતો નથી, પરંતુ કેટલીક પટ્ટાવલીમાં ભીમદેવ ૨ જા પછી ત્રિભુવનપાલના ઉલ્લેખ થયેલા છે.૩૦૧
ઉપરોક્ત દાનશાસનમાં જણાવ્યા પ્રમાણે ત્રિભુવનપાલે વિષય પથક તથા દડાહી પથકના એકએક ગામનુ દાન લવણુપ્રસાદની માતા સલખણદેવીના શ્રેય માટે કરાવેલ સત્રાગારના નિભાવ અથે` આપ્યું હતું. આ દાનશાસનમાં “મહારાજાધિરાજ પરમેશ્વર–પરમભટ્ટારક” એ બિરુદા પ્રયાાયાં છે.
સુભટકૃત “દૂતાંગદ” નાટકની પ્રસ્તાવનાના આધારે જણાય છે કે ત્રિભુવનપાલના સમયમાં પણ ચૌલુકયોની સત્તા સૌરાષ્ટ્રમાં ચાલુ રહેલી હતી.
આમ ત્રિભુવનપાલ મૂળરાજ ૧લાના વંશના અંતિમ રાજવી હતા. ત્રિભુવનપાલના મૃત્યુ પછી ધાળકાના રાણા વીસલદેવે ચૌલુકયાની સત્તા પેાતાના હાથમાં લઈ લીધી. આથી વિ.સં. ૯૯૮ (ઈ.સ. ૯૪૨)માં સ્થપાયેલ મૂળરાજવંશી ચૌલુકયાની સત્તા વિ.સ. ૧૩૦૦ (ઈ.સ. ૧૨૪૪) સુધી એટલે કે લગભગ ૩૦૨ વર્ષ જેટલા લાંબા કાલ સુધી પ્રવતી હોવાનુ જણાય છે.
ચૌલુકયકાલીન સમગ્ર અભિલેખાના અભ્યાસ કરતાં ચૌલુકય કુલની વંશાવળી આ પ્રમાણે તારવી શકાય :