________________
૭૮
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન
ખુલાસો કરતાં દુ. કે. શાસ્ત્રી જણાવે છે કે વિ.સં ૧૨૬૬ થી ૧૨૮૦ દરમ્યાનના કોઈ પણ વર્ષમાં મુસલમાનોના હુમલાઓથી તથા પુષ્કળ દાન કરવાથી ભીમદેવની તિજોરીનું તળિયું દેખાઈ ગયું હતું, આથી ભીમદેવના રાજ્યના બળવાન મંડલિકો તથા મંત્રીઓએ બળવો કર્યો હોય અને તેમાં છેવટે જયસિંહે પાટણની સત્તા પ્રાપ્ત કરી હોય.૨૮૮ આ જ પ્રકારની વાત જ્યસિંહે તેના વિ. સં૧૨૮૦ (ઈ. સ. ૧૨૨૪) ને દાનપત્રમાં કરેલી છે. તેમાં જણાવ્યા પ્રમાણે જયસિંહે પોતાના વિશે “દુદેવ – દાવાનલ – દષ્પગૂ જેરાબીજ – પ્રહક – પન્ય” એટલે કે દવ રૂપ અગ્નિથી બળી ગયેલી ગૂર્જર ભૂમિમાં બીજ ઊગી શકે એ માટે જેણે એકલાએ વરસાદની જેમ વરસવાનું કામ કર્યું છે. ૨૦૦
વિ. સં. ૧૨૬૬માં અજુનવર્માએ હરાવેલે સિંહ તેમજ વિ. સં. ૧૨૮૦માં જણાવેલ જયંતસિંહ એ બન્ને શું એક છે કે જુદા જુદા છે ? આ પ્રશ્નના સંદર્ભમાં એમ કહી શકાય કે વિ. સં. ૧૨૮૦ (ઈ. સ. ૧૨૨૩) ના લેખમાં જણાવ્યું છે કે ભીમદેવ ર જા પછી ગાદીએ આવેલા મહારાજાધિરાજ
યંતસિંહદેવે અણહિલપુર રાજધાનીમાંથી ગંભૂતા પથકમાંની ભૂમિનું દાન આપ્યું હતું. આ જયંતસિંહ પણ પિતાને “અભિનવસિદ્ધરાજ” તરીકે ઓળખાવે છે. દાતા તરીકે એનું નામ “યંતસિંહ” આપેલું છે, પરંતુ લેખના અંતે દસ્તકમાં
જયસિંહદેવ” એવું નામ લખેલું છે. આથી અહી એ સ્પષ્ટ થાય છે કે વિ.સં. ૧૨૬૬-૬૭માં અજુનવર્માએ હરાવેલ જયસિંહ અને વિ.સં. ૧૨૮૦માં અણહિલપુરમાંથી ભૂમિદાન આપનાર જયંતસિંહ કે સિંહ એક જ છે.
વળી અહી એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જ્યસિંહ વિ.સં. ૧૨૬૬ થી : વિ.સં. ૧૨૮૩ સુધી સળંગ ૧૫–૧૭ વર્ષ રાજ્ય કર્યું હશે ? કારણ, ગિરનારના વિ.સં. ૧૨૭૬ના અભિલેખો ૨૯૧ તેમજ તે સમયની વસ્તુપાલ-તેજપાલ પ્રશસ્તિમાં ૨૮૨ જણાવ્યા પ્રમાણે ધોળકાના રાણુ વીરધવલે વસ્તુપાલ–તેજપાલની મહામાત્ય તરીકેની નિમણૂક કરવા અંગે ભીમદેવને વિનંતી કરી હતી.
આ સંદર્ભમાં ડે. મજુમદાર જણાવે છે કે જયસિંહના રાજ્યકાલ દરમ્યાન ભીમદેવના અનેક અભિલેખ લખાયા હોવા જોઈએ. કારણ કે જ્યસિંહે રાજધાની અને આસપાસના પ્રદેશ સિવાય બીજા કોઈ વધારે પ્રાંતે જીત્યા નહી હોય.૨૮૩ આ મુદ્દાના સંદર્ભમાં જણાવવાનું કે ઉપર જણાવ્યા પ્રમાણે ભીમદેવ વિ.સં. ૧૨૬૩–૬૬ સુધી સત્તા ધરાવતા હતા અને વિ.સં. ૧૨૬૬ થી ૧૨૮૦ વર્ષના સમય દરમ્યાન ભીમદેવ ૨ જાને એક જ અભિલેખ વિસં. ૧૨૭૪નો દેવપાટણની