________________
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન
અભિલેખોમાં પ્રયોજાયેલ કેટલાંક વિશેષ બિરુદે ઘણું કરીને તેના વિના જ સૂચક છે. સિદ્ધરાજનાં બિરુદોમાં રાજા ધિરાજ,” “પરમેશ્વર,” “પરમભટ્ટારક”ની સાથે સાથે “બર્બરકજિષ્ણુ,” અવંતીનાથ,” “સિદ્ધચક્રવતી, “ત્રિભુવનગંડ” વગેરે મળે છે. આ બિરુદના આધારે સિદ્ધરાજના વિશાળ રાજ્યના સ્વામીત્વનું સૂચન મળે છે.
અભિલેખમાંથી સિદ્ધરાજના અધિકારીઓનાં નામ જ્ઞાત થાય છે. એમાં સોરઠને દંડનાયક સજ્જન તથા તેના અનુગામી શૈભનદેવ, દધિપદ્રમંડલને અધિકારી કેશવ, અવંતિમંડલનો દંડાહીપતિ મહાદેવ, કચ્છમંડલને મહામાત્ય નાગર દાદાક વગેરેનો સમાવેશ થતો હતો.
તે સિદ્ધરાજે તેના રાજ્યકાળ દરમ્યાન સ્થાપત્યકીય પ્રવૃત્તિને વેગ આપ્યો હતો. તેના અભિલેખોમાંથી એણે કરાવેલ કેટલાંક સ્થાપત્યની વિગતો જાણવા મળે છે. જેમકે વિ. સં. ૧૧૯૫ (ઈ. સ. ૧૧૩૯)ના વર્ષને એક શિલાલેખ પાટણમાંથી પ્રાપ્ત થયું છે.૧૯૬ આ લેખ તેણે કરાવેલ કીતિસ્તંભને લગતે છે. એક અનુમાન પ્રમાણે સિદ્ધરાજે માળવા વિજ્યના ઉપલક્ષમાં આ કીતિ સ્તંભ કરાવ્યો હશે.૧૮૭ આ લેખના આધારે કેટલીક ઐતિહાસિક માહિતી પણ ઉપલબ્ધ થાય છે. કમભાગે આ લેખ આખે મળે નથી. જે આ લેખ આખો હોત તે તેમાં ચાવડાઓ અને ચૌલુક્યોના ઈતિહાસની સાથે સિદ્ધરાજનાં પરાક્રમોનું વર્ણન જાણવા મળત. આ લેખના આધારે નીચેની બે બાબતો પર વધુ પ્રકાશ પડે છે : -
(૧) પ્રસ્તુત લેખની પ્રથમ પંકિતના આધારે જણાય છે કે સિદ્ધરાજે કેટકિલ્લા
અને જળાશયો ઉપરાંત પાઠશાળાઓ પણ બંધાવી હતી. હેમચંદ્રાચાર્ય પણ જણાવે છે કે સિદ્ધરાજે સહસ્ત્રલિંગ સરોવરના કિનારા ઉપર
બ્રાહ્મણના અધ્યયન માટે આશ્રમે અને દેવગૃહો બંધાવ્યાં હતાં.૧૮ (૨) લેખની ૬ઠ્ઠી પંક્તિમાં સરસ્વતીના જળથી સરોવર ભરાયાને
ઉલ્લેખ છે. અહીં એ નોંધવું જોઈએ કે “પ્રબંધચિંતામણિ” પ્રમાણે સરોવરમાં પ્રથમ પાણી નહોતું નીકળ્યું પરંતુ વરસાદના પાણીથી એ ભરાયું હતું.
બીજી બાજુ લોકકથા એમ જણાવે છે કે સમાજના શાપથી સહસ્ત્રલિંગ - સરવર સુકાઈ ગયું હતું પરંતુ આયા ઢેડના બલિદાનથી એ ભરાયું હતું.