________________
રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ
૭૩
૬. વિ. સં. ૧૨૬૬ (ઈ. ૧૨૧૭)ના અણહિલવાડના તામ્રપત્રમાં નાગરજ્ઞાતિના
પારાશરના પુત્ર માધવને ઘટેલાણ ગામમાં વાપી સાથે જોડાયેલું ૫૦ પારાનું ખેતર આપ્યું હતું તેને લગતા લેખ છે. ૨૫૭
સમકાલીન લેખમાં પણ ભીમદેવ ર જાને લગતા નિર્દેશ થયેલા છે. જેમ કે વિ. સં. ૧૨૬૩ ના આહડના તામ્રપત્રના આધારે જણાય છે કે ભીમદેવની સત્તા છેક મેદપાટમંડલ સુધી પ્રવતી હશે. ૨૫૮ વિસં. ૧૨૬૪ (ઈ. સ. ૧૨૦૮ના મહેર જગમલ્લના રિમાણું તામ્રપત્રમાં ભીમદેવ ર જાને ઉલ્લેખ થયેલો છે.૨૫૦
રાજ્ય-વિસ્તાર :
ભીમદેવ ર જાના પ્રાપ્ત થતા લેખોને આધારે તેના રાજ્ય વિસ્તારને લગતી માહિતી ઉપલબ્ધ થાય છે.
ઉપર જોયું તેમ વિ. સં. ૧૫૩૫ (ઈ. સ. ૧૧૭૮)ના કિરાડુના શિલાલેખના આધારે જણાય છે કે કિરાતુકૂપમાં એટલે કે કિરાડુમાં એનું રાજ્ય હશે. વિ.સં. ૧૨૪ર થી વિ. સ. ૧૨૬૬ (ઈ. સ. ૧૧૮૫ થી ૧૨૧૦)નાં ૬૦ દાનશાસનમાં ભીમદેવ ૨ જાનાં જુદાં જુદા બિરુદ આપેલાં છે. આ બિરમાં “પરમભકારક”,
મહારાજાધિરાજ', “પરમેશ્વર” અને તે ઉપરાંત “અભિનવ સિદ્ધરાજ”નું બિરુદ પણ જોવા મળે છે. આ દાનશાસનોમાંથી સારસ્વતમંડલના જુદા જુદા પથકોને નિર્દેશ થયેલ હોઈ તેના વિશેની માહિતી પ્રાપ્ત થાય છે.
ભીમદેવ ૨ જાએ દેવાલયના નિભાવ માટે ભૂમિદાન પણ આપ્યાં હતાં. વિ.સં. ૧૨૬૩ના તામ્રપત્રના આધારે જાણવા મળે છે કે લીલાપુરમાં ભીમેશ્વરદેવ અને લીલેશ્વરદેવ મંદિર હતાં. લીલાપુર ગામ ભીમદેવની રાણી લીલાદેવીના નામથી વસ્યું હતું. આ ગામ કરીરાગ્રામ અને માલતી ગામની વચ્ચે આવેલું હતું. આ લેખમાં જણાવેલ બન્ને મંદિરે ભીમદેવ અને તેની રાણી લીલાદેવીના નામ પરથી બંધાવવામાં આવ્યાં હતાં. રાણી લીલાદેવી ચૌહાણ સમરસિંહની પુત્રી હતી. સમરસિંહ જાબાલિપુર (જાલેર)ને રાજવી હસ્તે અને એ નફુલના કીતિપાલને પુત્ર હતા. - સૌરાષ્ટ્રના સમકાલીન લેખોને આધારે ભીમદેવ ર જાની સત્તા સૌરાષ્ટ્ર પર હતી તેનો ખ્યાલ આવે છે. સૌરાષ્ટ્રમાં પહેલાં સેમરાજદેવ અને પછી સામંતસિંહ વહીવટકર્તા હતા. પ્રભાસપાટણના પ્રખ્યાત સોમનાથ મંદિરમાં ભીમદેવે મેઘધ્વનિ