________________
રાય સ્થિતિ : ચૌલુક્ય વંશ
બ્રાહ્મણવાડાના તેના આ તામ્રપત્રમાં તેને “પરમભટ્ટારક” “મહારાજાધિરાજ” અને “પરમેશ્વર” કહ્યો છે. આ દાનપત્રમાં અજયપાલની પત્ની કરદેવીની મરણોત્તર શૈયા લેનાર નાગર બ્રાહ્મણ ધૂહડસુત પ્રભાકરને બ્રાહ્મણવાડા ગામની થોડી જમીન દાનમાં આપ્યાની વિગત નોંધાઈ છે. આ દાનપત્રમાં જણાવેલ વર્ષ એ “વિચાશ્રેણીમાં આપેલ વર્ષ સાથે બંધ બેસે છે. આથી મૂળરાજ ર જાના રાજ્યપાલનું આરંભવર્ષ વિ. સં. ૧૨૩૨ બરાબર જણાય છે.
મૂળરાજ ર જાના સમયમાં તેના ઉત્તરાધિકારીઓના ઘણું લેખમાં૨૪૫ મૂળરાજે ગર્જનકના દુજેય અધિરાજને યુદ્ધમાં પરાભૂત કર્યાને નિર્દેશ થયેલ છે.
જ્યારે બીજા દાનપત્રોમાં એને પ્લેચ્છરૂપી તરાશિથી છવાયેલા મહીવલયને ઉજાસ આપનાર બાલાક” તરીકે ઓળખાવ્યું છે. સાહિત્યમાં “વસંતવિલાસ” “કીતિ કૌમુદી,” “સુતસંકીર્તન” અને “સુકૃતકીતિકલ્લેલિની”માં મૂળરાજે મુસલમાનને હરાવ્યા હતા તેને નિર્દેશ થયેલ છે.૨૪૭ મૂળરાજે કદાચ આ વિજય તેના દાનશાસનમાં જણાવેલ વર્ષ વિ. સં. ૧૨૩૨ અને વિ. સં. ૧૨૩૪ દરમ્યાન કર્યાનો સંભવ છે.
મૂળરાજની મુસલમાન સાથેની વિજયની માહિતી પ્રબંધ ઉપરાંત મુસ્લિમ ઈતિહાસોમાંથી પણ ઉપલબ્ધ થાય છે.
" વિ. સં. ૧૨૩૪ (ઈ. સ. ૧૧૭૮, હિજરી સંવત ૧૭૪)માં પરપ્રાંતને મુઇઝુદ્દીન મહમ્મદ બિન સામ પાટણ પર ચડી આવ્યું ત્યારે એ વિશે મિન્હાઝ-ઉલૂ શિરાઝ લખે છે કે “મહમ્મદ” ઉચછ અને મુલતાનને રસ્તે પિતાના લશ્કરને નહરવાલા (અણહિલપુર) તરફ લઈ ગયો. આ વખતે નહાવાલાને રાજા ભીમદેવ બાળક હતો પરંતુ તેની પાસે મોટું લશ્કર અને હાથી હતા. યુદ્ધમાં મુસલમાન હારી ગયા અને સુલતાનને પાછા હઠવું પડયું. આ બનાવ હિજરી સંવત ૧૭૪ (ઈ. સ. ૧૧૭૪)માં બન્યો.૨૪૮ આ ઉપરાંત “તારિખ એ-ફિરસ્તામાં જણાવ્યું છે કે, “મુહમ્મદ ઘોરી મુલતાન થઈ ગુજરાતના રેતાળ જંગલ તરફ ગયો ત્યારે ભીમદેવ મેટા લશ્કર સાથે સામે આવ્યું અને મુસલમાનોને પાછા નસાડવા.૨૪૯
- ઉપરોક્ત મુસ્લિમ તવારીખમાં મૂલરાજને બદલે ભીમદેવનું નામ છે જે ભૂલ થયેલી જણાય છે. જોકે આ પ્રસંગ પછી તરતમાં મૂલરાજનું મૃત્યુ થયું અને ભીમદેવ સત્તા પર આવ્યું હતું તેથી કદાચ આ ભૂલ-શક્ય બને.