________________
ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યયન
પુરાવા જોતાં એમ જણાય છે કે કુમારપાલે તેના વંશપર પરાગત શૈવ ધર્મ ચાલુ રાખીને જૈન ધર્મ અપનાવ્યો હશે.૨૩૮
ho
કુમારપાલ પોતે ઘણા ધાર્મિક હોવાથી તેના સમય દરમ્યાન ગુજરાતમાં અનેક દેવાલયો બધાયાં. તેમાંનાં કેટલાંક દેવાલયોના જીર્ણાહાર પણ કરવામાં આવ્યો હતા. દેવાલયા ઉપરાંત એણે ઘા વાવ, કૂવા, તળાવ વગેરે પણ કરાવ્યાં હતાં જેને કેટલેક નિર્દેશ અભિલેખામાંથી પ્રાપ્ત થાય છે.
અજયપાલ
કુમારપાલ અપુત્ર મૃત્યુ પામતાં એના ભાઈ મહીપાલના પુત્ર અજ્યપાલ સત્તા પર આવ્યા.૨૩૯ અપાલે વિ. સ. ૧૨૨૯ થી ૧૨૩૨ (ઈ. સ. ૧૧૭૩ થી. ૧૧૭૬) સુધી અર્થાત ત્રણ વર્ષ જેટલું ક્રૂ રાજ્ય કર્યુ હતું.
અજયપાલના રાજ્યકાલ દરમ્યાનના ત્રણ અભિલેખો પ્રાપ્ત થયા છે. વિ. સ. ૧૨૨૯ના શિલાલેખથી જણાય છે કે અયપાલ માળવાના ભીલસા પ્રદેશ પર આધિપત્ય ધરાવતા હતા ત્યાં એના વતી મહામાત્ય સામેશ્વર અમલ ચલાવતા હતા. વિ. સ`. ૧૨૩૧ (ઈ. સ. ૧૧૭૪)ના શિલાલેખના આધારે જણાય છે કે મડલેશ્વર વયજલદેવનદાતટમ ડલના વહીવટ કરતા હતા.
અજયપાલના ઉત્તરાધિકારીના લેખને આધારે અજયપાલ વિશે કેટલીક માહિતી જાણવા મળે છે. ભીમદેવ ૨ જાના વિ. સ. ૧૨૫૬ના પાટણના તામ્રપત્રના આધારે જાય છે કે અજયપાલ અજમેરના રાજા પાસેથી કર લેતા હતા. આ માહિતીને સાહિત્યિક ઉલ્લેખા પણુ સમર્થન આપે છે.૨૪૦ શાક ભરીમાં એ વખતે સિદ્ધરાજના ક્રીહિત્ર સેામેશ્વર સત્તા પર હતા. અજયપાલે સામેશ્વરને વશ કરી એની પાસેથી. હાથીએ અને સાનાની મ`પિયા લીધાં હતાં.૨૪૧
મૂળરાજ ર્ જો
મૂળરાજ ૨ જો અજયપાલના મોટો પુત્ર હતા. પ્રખધચિંતામણિ”માં તેને બાલમૂલરાજ” તરીકે અને “વિચારશ્રેણી”માં ‘લઘુમૂળરાજ” તરીકે ઓળખાવ્યો. છે. પ્રશ્નધચિંતામણિમાં આ મૂળરાજના રાજ્યકાલ વિ. સં. ૧૨૩૩ થી ૧૨૩૫ (ઈ. સ. ૧૧૭૭ થી ૧૧૭૯)ના જણાવ્યો છે,૨૪૨ જ્યારે “વિચારશ્રેણી’માં૨૪૩ વિ. સ. ૧૨૭૨ થી ૧૨૩૪ (ઈ. સ. ૧૧૭૬ થી ૧૧૭૮) જણાવ્યો છે, પરંતુ મૂળરાજ ૨ જાનુ` વિ. સ. ૧૨૩૨ના ચૈત્ર સુદ ૧૧નુ તામ્રપત્ર મળ્યુ છે.૨૪૪