________________
૬૮
ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન
ઉપરોક્ત આભિલેખિક પુરાવાઓ જોતાં શ્રી દુ. કે. શાસ્ત્રીના મત મુજબ સોરઠમાં કેઈએ બંડ કરેલું અને તેને દબાવવા માટે જે જે સામતે મોકલ્યા. તેમાં આ ચૌહાણ સામત આહણ મુખ્ય હતો તેમ કહી શકાય.૨૩૪
કુમારપાલને રાજ્યવિસ્તાર :
કુમારપાલના રાજ્યકાળ દરમ્યાન જે અભિલેખે પ્રાપ્ત થયા છે તેના આધારે તેના સમગ્ર રાજ્યવિસ્તારનો ખ્યાલ આવે છે.
સૌરાષ્ટ્રના લેખમાં વિ. સં. ૧૪૦૧ (ઈ.સ. ૧૧૪૫)ને મહામાત્ય મહાદેવને વિ. સં ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬)ને માંગરોળ પાસે ગુહિલવંશના રાજા મૂલુકો અને વિ. સ. ૧૦૨૫માં (ઈ. સ. ૧૧૬૯) કુમારપાલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાને ઉલ્લેખ મળે છે. તે પરથી કુમારપાલની આણ સૌરાષ્ટ્રના લગભગ બધા ભાગો પર પ્રવર્તતી હોવાનું પ્રતીત થાય છે.
કુમારપાલના વિ. સ. ૧૨૦૨ (ઈ. સ. ૧૧૪૬) ના લેખમાં જણાવ્યા પ્રમાણે ગોદ્રહક(ગોધરા)માં મહામંડલેશ્વરનો વહીવટ હતિ. વિ. સં. ૧૨૦૩ (ઈ.સ. ૧૧૫૧)ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે આબુના રાજા યશધવલે કુમારપાલનું આધિપત્ય સ્વીકાર્યું હતું. વિ. સં. ૧૧૦૯ (ઈ. સ. ૧૧૫૩) ના લેખના, આધારે જણાય છે કે મારવાડની પલિકા(પાલી)માં પણ કુમારપાલની આણ પ્રવર્તતી હતી. વિ. સં. ૧૨૨૦-૨૧ (ઈ. સ. ૧૦૬૪-૬૫)ના શિલાલેખને આધારે જણાય છે કે માળવાના ઉદયપુર રાજ્યમાં પણ કુમારપાલનું સામ્રાજ્ય પ્રવતતું હતું. વિ. સં. ૧૨૧૩ (ઈ. સ. ૧૧૫૭)ના કુમારપાલના સમયમાં નાડોલમાં કુમારપાલના ખંડિયા રાજા મહામાંડલિક પ્રતાપસિંહે ત્રણ જૈન મંદિરને દાન આપ્યું હતું. તેના આધારે જણાય છે કે નાડોલમાં પણ કુમારપાલનું રાજ્ય હતું. વિ.સં. ૧૨૧૮ (ઈ. સ. ૧૧૬૨)ના શિલાલેખના આધારે જણાય છે કે કિરાડુમાં કુમારપાલના સામંત તરીકે સેમેશ્વરનું શાસન હતું.
આમ અભિલેખોના આધારે જણાય છે કે કુમારપાલને રાજ્યવિસ્તાર સારસ્વત મંડલ ઉપરાંત સૌરાષ્ટ્ર, ગોધરા, આબુ, મેવાડ, મારવાડ, ઉદ્યપુર, માળવા તેમજ ઉત્તરમાં સાંભર–અજમેર તથા દક્ષિણમાં ઉત્તર કેકણના શિલાહાર રાજા