________________
રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ
આ લેકકથાને અહીં આ લેબથી છેદ ઉડી જાય છે. સરસ્વતી નદીમાંથી નહેર ખોદીને અથવા તો નદીનું વહેણ એમાં વાળીને સરોવરમાં પાણી ભરવામાં આવ્યું હશે. અત્યારે પણ આ પ્રવાહ સંવરને અડીને વહે છે.૧૯૮
ભીમદેવ ર જાના સમયને સિંહ સંવત ૬૫, વિ. સં. ૧૨૩૫ (ઈ. સ. (૧૧૭૮)ને એક શિલાલેખ સિદ્ધપુરમાંથી પ્રાપ્ત થયો છે, આ લેખમાં સિદ્ધપુરમાં બંધાવેલ રૂદ્રમહાલયના સ્તભોના સમારકામને લગતો છે. આ લેખ પરથી સ્પષ્ટ થાય છે કે રુદ્રમહાલયને વિસ્તાર સિદ્ધરાજે કરાવ્યો હશે.
વિ. સં. ૧૧૮૩ (ઈ. સ. ૧૧૩૭)ના સિદ્ધરાજ જ્યસિંહના સમયના ગાળાના શિલાલેખમાં ઉલ્લેખ્યા પ્રમાણે સિદ્ધરાજના ખજાનચી અંબપ્રસાદે અને તેના સંબંધીઓએ ગાળામાં ભટ્ટારિકા તેમજ ગણેશનું મંદિર કરાવ્યાં હતાં.
જ્યસિંહના કચ્છ ભદ્રેશ્વરના ચોખંડા મહાદેવના શિલાલેખમાં તેના મંત્રીએ ઉદલેશ્વર અને કુમારપાલેશ્વરનાં મંદિરે પ્રજાથે કરાવ્યાને નિર્દેશ થયેલ છે.૨૦૦
કિરાડુમાંથી પ્રાપ્ત થયેલ વિ. સં. ૧૧૯૮ (ઈ. સ. ૪૧-૪૨)ના લેખમાં કિરાડુમાં શિવમંદિર કરાવ્યાનો ઉલ્લેખ થયેલ છે.
- આ ઉપરાંત તલવાડામાંથી વર્ષ વગરને લેખ પ્રાપ્ત થયેલ છે. આ લેખમાં સિંહે તલવાડામાં ગણેશનું મંદિર કરાવ્યું હતું તેવા ઉલ્લેખ થયેલા છે.
સિદ્ધરાજ પિતે શૈવધર્મી હતો. ઉપરોક્ત જણાવેલ સ્થાપત્યકીય સ્મારકોમાં ઘણાં શિવાલયે છે. તેણે તેના રાજ્યકાળ દરમ્યાન અનેક શિવાલયોને દાન આપ્યાં હતાં તેમજ કેટલાંક શિવાલયોનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. દયાશ્રયમાં જણાવ્યા અનુસાર સિદ્ધરાજે ભગવાન સોમનાથની યાત્રા પગપાળા કરી હતી.
સિદ્ધરાજ જયસિંહના સિક્કા વિશેના ઉલ્લેખ સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. જોકે તેના થોડા સિક્કા જાણમાં આવ્યા છે, પરંતુ તેનું પ્રમાણ જૂજ મળે છે. આ અંગે આ મહાનિબંધમાં અન્યત્ર ચર્ચા કરવામાં આવી છે. ૨૦૧
કુમારપાલ
સિદ્ધરાજ જ્યસિંહ પછી ચૌલુક્ય સત્તા પર આવનાર કુમારપાલ આઠમે. રાજવી હતો. સિદ્ધરાજ પિતે અપુત્ર મૃત્યુ પામતાં તેના પછી તેને ભત્રીજો કુમારપાલ પાટણની ગાદીએ આવ્યા હતા. આ કુમારપાલ ૫૦ વર્ષની પ્રૌઢ