________________
१४
ગુજરાતના ચૌલકર્થકાલીન અભિલેખે : એક અધ્યયન
વયે સત્તા પર આવ્યો હતો. કુમારપાલે વિ. સં. ૧૧૯૯ થી ૧૨૨૯ સુધી ૩૨ વર્ષ રાજ્ય કર્યું હોવાનું જણાય છે.
આ રાજવીના અભિલેખોની સંખ્યા સિદ્ધરાજ સિંહના લેખ કરતાં પણ વધુ મળે છે. એના ૩૫ લેખે મળ્યા છે. આમાંના મોટા ભાગના લેખો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને લગતા છે. જો કે જૂજ લેખમાંથી રાજકીય વિગતે પણ પ્રાપ્ત થાય છે. * કુમારપાલને સૌથી પહેલે લેખ વિ. સં. ૧૨૦૧ (ઈ. સ. ૧૧૪૪–૪૫)ના વર્ષને છે જે ગાળામાંથી પ્રાપ્ત થયો છે. ૨૦૨ જ્યારે છેલ્લે લેખ વિ. સં. ૧૨૨૭ (ઈ. સ. ૧૧૭૧)ને ગિરનારમાંથી પ્રાપ્ત થાય છે.૨૦૩ કુમારપાલને લેખ ઉપલબ્ધ અભિલેખોમાંથી કેવળ રાજકીય વિગતને લગતા લેખનું અહીં વિવરણ કરેલું છે. આ લેખોને નીચે મુજબ ગણાવી શકાય ? – વિ. સ. ૧૧૦૨ (ઈ. સં. ૧૧૪૫)ના માંગરોળના શિલાલેખમાં કુમારપાલે
શાકંભરી વિજય કર્યો હતો તે ઉલ્લેખ મળે છે. ૦૪ વિ. સં. ૧૨૦૭ (ઈ. સ. ૧૦૫૦-૫૧)ના ચિત્તોડગઢના સમિલ્લેશ્વર મહાદેવના લેખથી જણાય છે કે કુમારપાલે શાકભરીને રાજાને હરાવ્યા હતા.૦૫ વિ. સ. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૬)ના વડનગરના પ્રશસ્તિ લેખમાં જણાવ્યા પ્રમાણે કુમારપાલે આનંદપુર (વડનગરમ)માં કિલ્લે બંધાવ્યું હતું. આ લેખમાં જણાવ્યા પ્રમાણે એણે શાકભરીના રાજા અર્ણોરાજને હરાવ્યો
હતોરે ૦૬ વિ. સં. ૧૨૦૯ (ઈ. સ. ૧૧૫૩)નો અમારિને લગતો લેખ કિરાડમાંથી પ્રાપ્ત થયે છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે અમુક પવિત્ર દિવસોએ વધ કરે નહીં. આ આજ્ઞાને ભંગ કરી જીવહિંસા કરનારને દંડની સજા કરવામાં આવશે. ૦૭ વિ. સં. ૧૨૧૮ (ઈ. સ. ૧૧૬૨) લેખ કિરાડુમાંથી પ્રાપ્ત થયેલ છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે કુમારપાલના સામંત સોમેશ્વરે જેસલમીરના રાજા જજક પાસેથી ૧૭૦૦ ઘોડાનો દંડ લીધે તેમજ તણકોટ (જેસલમીર) અને નવસર(નૌસર–જોધપુર રાજ્ય) એ બે કિલ્લા લીધા તથા ! થોડાક વખત સુધી જકને સેવક બનાવ્યા પછી તેને એનું રાજ્ય પાછું
સોયું હતું.૨૮,