________________
રાજકીય રિસ્થતિ : ચૌલુકય વંશ
૬૧
લેખ પ્રાપ્ત થાય છે. તેણે જૂનાગઢમાં જૈન મદિરના જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. ૧૯૫ આ બધા ઉલ્લેખો પરથી જણાય છે કે સિદ્ધરાજની સત્તા સૌરાષ્ટ્ર તેમજ કચ્છ પર પણ પ્રવતતી હતી.
વિ. સ. ૧૧૯૫ના ઉજ્જૈનના શિલાલેખમાં દંડનાયક દાદાકના પુત્ર મહાદેવને અવ તીમ`ડલ સાંપ્યાના નિર્દેશ થયેલા છે. વિ.સ. ૧૧૯૬ના શિલાલેખ દોહદમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉલ્લેખાના આધારે જણાય છે કે સિદ્ધરાજની સત્તા પૂમાં છેક માળવા સુધી ફેલાયેલી હતી. માળવાના વિજયની સાથે સાથે વાગડ અને મેવાડના રાજ્યના પણ ચૌલુકય સામ્રાજ્યમાં સમાવેશ થતા હતા.
વિ. સ. ૧૧૮૬નુ એક તામ્રપત્ર ભિન્નમાલમાંથી પ્રાપ્ત થાય છે. વિ. સં. ૧૧૯૮ના કિરાડુના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજે કિસડુમાં શિવાલય કરાવ્યું હતું. વિ. સં. ૧૨૦૦ના બાલીના લેખમાં સિદ્ધરાજના સામત આસરાજે બહુસુણાદેવીની પૂજા માટે દાન આપ્યુ હતુ.. ઉપરોક્ત લેખાના આધારે માહિતી પ્રાપ્ત થાય છે કે ઉત્તરમાં છેક રાજસ્થાનનાં કેટલાક ભાગોમાં તેમજ દક્ષિણ રાજસ્થાનમાં પણ સિદ્ધરાજની સત્તા પ્રવત`તી હતી.
સિદ્ધરાજના વ વગરના એક લેખ સાંભરના એક કૂવામાંથી પ્રાપ્ત થયા છે જ્યારે તલવાડા ગામમાં ગણેશની પ્રતિમા નીચેથી વર્ષ વગરના ત્રટિત લેખ પ્રાપ્ત થાય છે. તેમાં જણાવ્યા અનુસાર સિદ્ધરાજે નરવર્માનું માનખ`ડ કર્યુ અને પરમદી'ને કચડી નાંખ્યો. આ પુરાવાના આધારે જણાય છે કે શાકંભરી પણ સિદ્ધરાજની સત્તા નીચે હતું.
ઉપરોક્ત માહિતીના આધારે સ્પષ્ટ થાય છે કે સિદ્ધરાજના રાજ્યકાલ દરમ્યાન ચૌલુકયોની સત્તા વર્તમાન ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને માળવાના ઘણા વિસ્તારોમાં વિસ્તરી હતી.
સિદ્ધરાજ જયસિંહની વિવિધ પ્રવૃત્તિઓ :
આભિલેખિક તેમજ સાહિત્યિક અભ્યાસને આધારે જણાય છે કે ચૌલુકય રાજવી સિદ્ધરાજે, મૂળરાજે સ્થાપેલ ચૌલુકય રાજ્યને એક વિશાળ સામ્રાજ્યમાં ફેરવવાનુ` મહત્ત્વનું કાર્યં કયુ` હતુ`. સિદ્ધરાજે ગુજ્જર દેશ ઉપરાંત રાજસ્થાન, માળવા, લાટદેશ, કચ્છ-સૌરાષ્ટ્ર, મેવાડ અને શાક ભરી સુધી તેની સત્તા ફેલાવી હતી.