________________
રાજકીય સ્થિતિ : ચાલુક્ય વંશ
૫૯ -
વર્ષ લાગ્યાં હશે અને તે ગાળામાં સિદ્ધરાજના દંડનાયક તરીકે અનુક્રમે સજ્જનમંત્રી. અને તેના પછી શું મનદેવે અમલ ચલાવ્યું હશે. અહીં રાણકદેવીવાળી વાતને પણ નિર્દેશ કરવો ઘટે. રાણકદેવીને સિદ્ધરાજ પોતાની સાથે લઈ જતા હતા ત્યારે તે માગમાં વઢવાણ પાસે સતી થયાની જે વાત લેકસાહિત્યમાં તેમજ “પ્રબંધચિંતામણિ” વગેરેમાં મુકાયેલી છે તે કપોલકલ્પિત લાગે છે. સિદ્ધરાજ જેવો નામાંકિત રાજા આવી રીતે કોઈ રાજાની પરણેતરની ઉઠાવી જાય એ શક્ય નથી.. બીજુ વઢવાણમાં રાણકદેવી સતી થયા અંગે જે દેરી બતાવવામાં આવે છે, તે તો સિદ્ધરાજના સમયની નથી. પુરાતત્ત્વવિદો અને વાસ્તુવિદ્યાના વિશારદો એ સ્મારકને રાણકદેવી-સિદ્ધરાજથી સહેજે ૧૦૦ વર્ષ વહેલું અર્થાત ઈસવીસનની દશમી સદીનું ગણુવે છે. ૧૮૨
સિદ્ધરાજે સોરઠ છ એ ઘટના અગત્યની હોઈ તેની સ્મૃતિમાં એણે સિંહ સંવત પ્રવર્તાવ્યો હોય એવી અટકળ થયેલી છે. આ સંવત સોરઠના ચાર અભિલેખોમાં પ્રજાયેલે મળે છે. એ અંગે કાલગણનાવાળા પ્રકરણમાં વિગતવાર નિરૂપણ કર્યું છે, તેથી અહી એની ચર્ચા બેવડાવી નથી.
| સિંધ–વિજય : સિદ્ધરાજના વિ. સં. ૧૧૯૬ (ઈ. સ. ૧૧૪૦)ને દેહદના શિલાલેખમાં સિદ્ધરાજે સિંધુરાજ વગેરે રાજાઓને નાશ કર્યો હતો તેવા ઉલ્લેખ થયેલા છે.
સમકાલીન સાહિત્યમાં પણ સિંધુ વિજ્યના નિર્દેશો થયેલા છે. વાટાલંકારમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજે સિંધુરાજ વગેરે રાજવીઓને હરાવ્યા હતા.૧૮૩
પરંતુ કુમારપાલના વિ. સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૨)ના કિરાના શિલાલેખમાં સિદ્ધરાજની કૃપાથી સેમેશ્વરને સિંધુરાપુરનું રાજ્ય પાછું મળ્યું તેવા ઉલ્લેખ છે.૧૮૪ આ સિંધુરાજ કે તે ચર્ચાસ્પદ છે. શ્રી રસિકલાસ પરીખના સૂચન પ્રમાણે લાટને મંડલેશ્વર ચાહમાન શંખ હતો, જે વસ્તુપાલને સમકાલીન હતું. આ શંખને પિતા સિંધુરાજ એ આ સિંધુરાજ હશે.૧૮૫ જે કે દુ. કે. શાસ્ત્રીના મત પ્રમાણે વસ્તુપાલનો સમય (લગભગ ઈ. સ. ૧૨૨૦-૧૨૪૦) જેતા શંખના પિતાને સમય આટલે વહેલે હોઈ શકે નહીં.૧૮૬ કુમારપાલના કિરાડુના લેખમાં જણુવ્યા અનુસાર મરુમંડલના પરમાર વંશના રાજા સોમેશ્વરે જયસિંહદેવની મદદથી સિંધુરાપુર પાછું મેળવ્યું હતું. આ સોમેશ્વરને અહીં સિંધુરાજ ગણાવ્યો છે. ૧૮૭ અશોકકુમાર મજુમદારના મત પ્રમાણે સોમેશ્વર અને તેના પિતા