________________
રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ,
આબુ પરનું સામ્રાજ્ય: ભીમદેવ–૧ લાના લેખમાં તેના મંત્રી તરીકે વિમલના ઉલ્લેખ થયેલા છે. ભીમદેવે આ વિમલ મંત્રીને આબુ પર દંડનાયક તરીકે નીચે હતો તેમ તેના વિ. સં. ૧૦૮૮ (ઈ. સ. ૧૦૩૨)ના શિલાલેખ પરથી પ્રતીત થાય છે. આ વિમલમંત્રીને આબુ પરના વિમલવસહી મંદિરમાંને આ વિ. સં. ૧૦૮૮ (ઈ. સ. ૧૦૩૨)ને તેમજ એ જ મંદિરમાં વિ. સં. ૧૧૧૯ (ઈ. સ. ૧૦૬૨-૬૩)ને શિલાલેખ એમ સૂચવે છે કે આબુ પર ભીમદેવ ૧ લાનું આધિપત્ય પ્રવર્તતું હતું પણ તેને ખાલસા કરવામાં આવ્યું નહોતું. પાછળથી આ પ્રદેશને તેણે પોતાના રાજ્યમાં જેડી દીધો હતો અને ત્યાં વિમલમંત્રીને પિતાના દંડનાયક તરીકે નીમ્યો હતો.
આ પહેલાં આબુમાં પરમાર રાજા ધંધુક રાજ્ય કરતા હતા. તે દુર્લભરાજને સામંત હતો.૧૧૨ ભીમદેવ–૧ લાના સમયમાં એણુ સ્વતંત્ર થવા માટે ઘણું પ્રયત્નો કર્યા હતા, પરંતુ ભીમદેવે તેને પોતાને અધીન જ રાખ્યો હતો. આ ધંધુકે પછી માળવાના પરમાર રાજ્યમાં આવેલ ચિત્રકૂટમાં આશરો લીધ૧૧૩ હતો અને આ પ્રદેશને ખાલસા કરી ભીમદેવે ત્યાં વિમલમંત્રીને દંડનાયક નીમી આબુને વહીવટ સૅ હતા. | માળવા સાથે સંઘર્ષ: કુમારપાલના વડનગરના વિ. સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૨)ના પ્રશસ્તિ લેખમાં ભીમદેવે ગુજરાતને પૂર્વ તરફનો પંચમહાલને માળવા અને ગુજરાત વચ્ચે આવેલો ડોક ભાગ પિતાને તાબે કર્યો હોવાનું જણાય છે.
સાહિત્યિક ઉલેખોમાં પણ ભીમદેવ ૧ લો અને માળવાના રાજવી ભોજ સાથે સતત સંઘર્ષ હેવાના ઉલલેખ મળે છે. “પ્રબંધચિંતામણિ”માં જણાવ્યા પ્રમાણે ભીમદેવ અને ભેજ વચ્ચે ઘણું લાંબા સમય સુધી મુત્સદ્દીગીરીભર્યા સંબંધો ચાલુ રહેલા હતા.૧૪
દયાશ્રય”માં અને “પ્રબંધચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે ચેદિના કલચુરિ રાજા કર્ણને માળવાના રાજા ભેજ સાથે સર્વોપરિતા માટે સ્પર્ધા હતી. આથી કણે ભીમદેવને માળવાનું અધું રાજ્ય આપવાનું વચન આપી બન્ને ભેગા થઈ માળવા જીત્યું.૧૧૫ આ બન્ને ઉલલેખ પરથી કહી શકાય કે ભીમદેવે ચેદિપતિ કર્ણની મદદથી માળવા છતી તેણે માળવા અને ગુજરાત વચ્ચે આવેલે કેટલાક પ્રદેશ તાબે કર્યો.