________________
રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ ' , જેવાં બિરુદ પ્રયોજેલાં નથી. અભિલેખોમાં પ્રયોજેલાં બિરુદમાં “મહારાજાધિરાજ શબ્દ તેના ચક્રવર્તીત્વનું સૂચન કરે છે.
અહીં અભિલેખોને આધારે તેના ત્રણ ચાર અધિકારીઓનાં નામ જાણવા મળે છે. એમાં પહેલાં મંત્રી અને પછી આબુને દંડનાયક બનેલ વિમલશાહ, દૂતક તથા મહાસાંધિવિગ્રહકને સંયુક્ત હે ધરાવતા ચંડ શર્મા તથા તેના પછી એ જ હોદ્દો ધરાવતા ભોગાદિત્ય વિશે પણ માહિતી ઉપલબ્ધ થાય છે.
અભિલેખો પરથી જણાય છે કે ભીમદેવના રાજયકક્ષા દરમ્યાન ગુજરાતમાં સ્થાપત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. જેમ કે વિ. સં. ૧w૩ (ઈ. સ. ૧૨૬ર૭)ના લેખને આધારે જણાય છે કે મેઢેરાનું વિખ્યાત સૂર્યમંદિરે ભીમદેવ ૧ લાના મંત્રી વિમલે વિ. સં. ૧૦૮૮ (ઈ. સ. ૧૦૩૨)માં બંધાવ્યું હતું. આ ઉપરાંત કુમારપાલના વિ. સં. ૧રર૫ (ઈ.સ. ૧૧૬૮-૬૯)ના સોમનાથ-પાટણની પ્રશસ્તિને લગતા લેખમાં ભીમદેવે વિ. સં. ૧૦૮૪માં સોમનાથનું મંદિર પત્યારથી બંધાવ્યું હોવાને નિર્દેશ થયેલો છે.
ભીમદેવની દાનપ્રવૃત્તિ: અભિલેખને આધારે ભીમદેવની ધાર્મિકપ્રવૃત્તિને ખ્યાલ આવે છે. ભીમદેવે અનેક ભૂમિદાન કર્યા હતાં. ભૂમિદાનને લગતાં એનાં કુલ છ તામ્રપત્રો પ્રાપ્ત થયાં છે. આ ભૂમિદાને વિ. સં. ૧૦૮૬ (ઈ. સ. ૧૦૨૯)થી વિ. સં. ૧૧૨૦ (ઈ. સ. ૧૯૬૩) દરમ્યાન અપાયાં છે.
આ પૈકી ત્રણ દાન કચ્છમંડેલની ભૂમિને લગતાં છે. એમાંનું એક દાનપત્ર કચ્છમાં નવણીસકથી આવેલા આચાર્ય મંગલશિવના પુત્ર અજયપાલને અપાયું હતું. એમાં દેયભૂમિ તરીકે મસૂરા ગામ અપાયેલું છે. બીજા બે દાન પ્રસન્નપુરથી આવેલા બ્રાહ્મણોને અપાયાં છે. એ પણ ભૂમિદાનને લગતાં છે. બીજી બે દાન પ્રસન્નપુરથી આવેલા બ્રાહ્મણોને સારસ્વતમ ડલનાં ગામો દાનમાં આપ્યાની નોંધ ધરાવે છે. એમાંનું એક દાન વદ્ધિવિષયમાં એક ઉદીચ્ય બ્રાહ્મણને આપ્યું હતું, જ્યારે બીજું દાન પ્રસન્નપુરથી આવેલા બ્રાહ્મણને મુંડક ગામની જમીન દાનમાં આપી હતી. ત્રીજું દાનપત્ર વરણાવાડા ગામમાં એક મોઢ બ્રાહ્મણને ત્રણ હળ જમીન દાનમાં આપી હોવાનું નોંધે છે.
આ દાનશાસને કાયસ્થ વટેશ્વર અને એના પછી એના પુત્ર કેક દ્વારા લખાયેલાં હતાં. દાનશાસનને દૂતક મહાસધિવિગ્રહ ચંડશમાં અને એ પછી તેને પુત્ર ભોગાદિત્ય હતો..