________________
રાજકીય સ્થિતિ ચૌલુક્ય વંશ
૩૭ સાહિત્યમાં મૂળરાજના પૂર્વજોની જુદી જુદી વંશાવળી આપેલી છે. દ્વયાશ્રયમાં મૂળરાજને રાજિના પુત્ર તરીકે અને દંડક રાજિના ભાઈ તરીકે ઉલ્લેખ થયેલો છે.૪૪ “પ્રબંધચિંતામણિમાં રાજ, બીજ અને દંડક નામના ત્રણ ભાઈઓ કજના રાજવી ભૂયરાજના વંશજ અને મુંજાલદેવના પુત્ર હતા તેવા નિર્દેશ જોવા મળે છે.૪૫
“કુમારપાલભૂપાલચરિત”માં રામ, સહજ રામ, ભટ, દંડક, કાંચિક વ્યાલ, રાજિ અને મૂળરાજ એમ વંશાવલી આપેલી છે. ૪૬ - જ્યારે “કુમારપાલ-પ્રબંધ” અને “રત્નમાલ"માં ભૂયડ, ક્ષત્યિ , ચંદ્રાદિત્ય, સમાદિત્ય, ભુવનદિત્ય અને રાજ એ પ્રમાણે વંશાવળી મળે છે.૪૭
ઉપર્યુક્ત ઉલ્લેખને આધારે સ્પષ્ટ થાય છે કે મૂળરાજના પિતાનું નામ જિ” કે “રાજ” હતું. ચામુંડરાજના લેખમાં જણાવેલ મૂળરાજના પૂર્વજ વ્યાલકાંચિપ્રભુને “કુમારપાલભૂપાલચરિત”ની વંશાવળી સાથે સરખાવતાં જણાય છે કે “કાંચિકવ્યાલ” ઉફે વ્યાલકાંચિપ્રભુ મૂળરાજના પિતામહ
હશે.૪૮
જો કે “પ્રબંધચિંતામણિ”માં રાજિના પિતાનું નામ “મુંજાલદેવ” આપેલું છે તે કદાચ “કાંચિકવ્યાલ”નું બીજુ નામ હેય અથવા એનું મૂળ, નામ મુંજાલદેવ હેાય અને “કાંચિકવ્યાલ” તેનું બિરુદ હોય.૪૮ - “પ્રબંધચિંતામણિમાં તેમજ “રત્નમાલમાં મૂળરાજને પૂર્વજ ભૂયરાજ અથવા ભૂયડ હોવાનું જણાવ્યું છે અને એ ભૂયડ કનોજને રાજા હોવાને ઉલ્લેખ થયો છે.પ૦
આ પરથી મૂળરાજને પૂર્વજ કને જ સાથે સંકળાયેલ હોવાનું કહેવાય. પરત આ ભૂયડ એ કનેજિના પ્રતીહાર વંશને રાજા ભેજ હોવાનું પ્રતિપાદિત થયું છે અને ચૌલુક્યો ને પ્રતીહારો એક જ નથી. આથી ભૂયડ મૂળરાજને પૂર્વજ હોવાની શક્યતા નથી. આ સંજોગોમાં દુ. કે. શાસ્ત્રીના મત પ્રમાણે મૂળરાજને પિતા, કનોજના ગૂજ°૨ પ્રતીહાર રાજા વતી ગુજરદેશ તરીકે જાણીતા ભિન્નમાલની આસપાસના પ્રદેશને સામંત હા જોઈએ.૫૧ મૂળરાજના વિ. સં. ૧૦૪૩ના કડીના તામ્રપત્રમાં આ “જિ”ને “મહારાજાધિરાજ' કહ્યો છે.
“પ્રબંધચિંતામણિ” અને “કુમારપાલભૂપાલચરિત”ના ઉલ્લેખ પ્રમાણે મૂળરાજને પિતા રાજિ તેના ભાઈઓ સાથે સેમિનાથની યાત્રાએ ગયે હતો