________________
અને તેની રક્ષા કર. ભોગાદિથી નિવૃત્ત થઈ ધર્મમાર્ગે પ્રયાણ કર ત્યાં તને શરણ મળી રહેશે. જેમાં તારો આત્મા રક્ષિત થશે અને સંસારથી મુક્ત થશે. સર્વાનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થાશે, તેના વિના કોઈ ન બાંહ્ય સહાશે.
- શ્રીમદ્ રાજચંદ્ર દષ્ટાંત : યુવાન મુનિ અનાથી જંગલમાં કાયોત્સર્ગ ધ્યાનમાં લીન હતા. ત્યાંથી મગધ સમ્રાટ શ્રેણિકરાજાની સવારી જતી હતી. સમ્રાટે જોયું કે અહો! આવા સુકુમાર યુવાનને શું દુઃખ પડયું હશે? તે મુનિ થઈ ગયો છે ! મુનિ પાસે જઈને સમ્રાટ વિનયપૂર્વક કહે છે કે તમને સંસારમાં કંઈ દુઃખ હોય તો હું નિવારી દઉં ! હું સમ્રાટ છું તમારું દુઃખ દૂર કરી દઈશ. શા માટે આ યૌવનને કષ્ટ આપી વેડફી રહ્યા છો? તમને કોઈ રક્ષણ નહિ હોય તો તમારો રક્ષક બનીશ.
મુનિ કહે અરે સમ્રાટ ! તમે પોતે જ મૃત્યુ રોગાદિથી રક્ષિત છો? જો તમે જ મૃત્યુ આદિને આધીન છો તો મને શું રક્ષણ આપશો? સમ્રાટ વિચારમાં પડયા કે મારી સેના કેટલી મોટી ! મારે અંતઃપુરમાં રાણીઓ અને રાજવૈદ્યો કેટલા? હા, પણ મુનિ કહે છે કે મૃત્યુથી કોઈ બચાવી નહીં શકે. શ્રેણિક રાજાને વિચારમાં પડેલા જોઈ મુનિ પુનઃ બોલ્યા.
હે સમ્રાટ ! હું પૂર્વે રાજકુમાર હતો. મને ભયંકર રોગ થયો. મારા માતા-પિતા, પત્ની કોઈ રોગ લઈ ન શક્યું. કોઈ વૈદ્યો મને નિરોગી કરી ન શકયા. હું અસહ્ય વેદના ભોગવી રહ્યો હતો. ત્યારે મેં સંસારનું સ્વરૂપ અને દેહની નશ્વરતાનું સ્વરૂપ વિચાર્યું. છેવટે મારો મોહ દૂર થયો. મેં તેજ સમયે નિર્ણય કર્યો કે પ્રાતઃકાળે આ રાજ્ય ત્યજી મારે ધર્માચાર્ય પાસે પ્રવજયા ગ્રહણ કરવી. આ શુભ સંકલ્પ પ્રથમ તો રોગ શમી ગયો. મેં પ્રાતઃકાળ થતા નિર્દોષ ચારિત્ર ગ્રહણ કર્યું. પછી સ્વયં મારો આત્મા જ પરમાત્મારૂપે અનુભવ્યો, હું સનાથ થયો.
આ બોધ સાંભળી શ્રેણિકરાજા બોધ પામ્યા કે ધર્મનું શરણ જ સાચું શરણ છે. તે સિવાય આત્મા અનાથ છે. સંસારી જીવો ભૌતિક સુખ માટે દેવોની પાસે યાચના કરે છે, તે અસંખ્ય વર્ષના આયુવાળા દેવો પણ મરણ પાસે અશરણ છે. ઈદ્રની સેવા લાખો દેવો કરે પણ મરણથી બચાવી ન શકે. તો માનવનું મરણથી બચવાનું શું ગજુ ! ઘર કેટલા સજાવ્યા, જાણે ચિંતનયાત્રા
અશરણ ભાવના
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only