________________
' અરે ! આ શું હજી તો મને છ દસકા થયા છે અને આંખમાં શું થયું ? મને બધુ બે કેમ દેખાય છે ? ગભરાયો દોડ્યો સદ્ગુરુ એવા આંખના નિષ્ણાત ડોકટરને ત્યાં, નિદાન થયું કે મોતિયો છે. તરત જ સર્જરી થઈ લેન્સ મૂક્યા. અને જીવ રાજી થયો કે પચાસ હજાર ખર્ચ થયું પણ હવે પહેલા કરતા સારું દેખાય છે. અને ફાંકડો થઈ ફરવા લાગ્યો.
ત્યાં વળી કોઈ મિત્રે કહ્યું હમણાં તમને કંઈ ઓછું સંભળાય છે ! પ્રારંભમાં તો માન્યું નહિ પણ, કાન કંઈ તેનું કહ્યું શાના માટે દોડ્યો કાનના ગુરુજન પાસે વળી પચાસ હજારનું દેવું ચૂકવી ઈયરફોન મૂકયા. મિત્રને કહેવા લાગ્યો. હવે તો પહેલા કરતા સારું સંભળાય છે. શું સાંભળે છે તે તો તું જાણે છે. તેમાં તારું ભલું શું થયું?
યમરાજ પણ મનમાં મલકે છે કે ભાઈ, આ બધી મરણ નજીકની નોટિસ છે. તું તારા અન્ય લેણા પૂરા કરી લે પછી તને કોઈ બચાવી નહિ શકે. પુણ્યયોગે કોઈ નિમિત્ત કાર્યગત થાય પણ તને કાળથી કોઈ બચાવી નહિ શકે.
ત્યાં તો સાત દસકે પહોંચ્યો અને હાર્ટ બોલવા લાગ્યું. આમ તો સૌ સ્વજન કહેતા કે એમનામાં પ્રેમ જ ક્યાં છે? (હાર્ટ) પણ હૃદય રોગનો હુમલો થયો ત્યારે જણાયું કે હાર્ટ તો છે. વળી બાયપાસ સર્જરીનું સદગુરુએ એક થીંગડું મારી આપ્યું. વળી પાછા ભાઈ મલકાયા. યમરાજની નોટિસો નોંધતા ગયા. આખરે અશાતા વેદનીયનો પ્રબળ ઉદય આવશે ત્યારે તે સર્વ નિરર્થક જવાનું છે.'
વળી ત્યાં તો ઢીંચણ બોલવા લાગ્યા. અરે ભાઈ હવે તો જપો. પણ ગુરુએ કહ્યું, ઢાંકણી બદલો, દોડતા થઈ જશો. અને ભાઈને હજી દોડવું છે. તેને ખબર નથી કે તે આ ચૌદ રાજલોકમાં કરોડો કિલોમીટર દોડ્યો છે. ઢીંચણ વગર પણ દોડયો છે.
મિત્રોએ સલાહ આપી કે ઢાંકણી બદલો સારું થશે. વળી ભાઈએ એક ગુરુ પાસે તેનો ઉપાય યોજયો. દોડી તો ન શકયા પણ ધીમું ચાલતા થયા. હા પણ હજી થાકયા ન હતા. પુણ્યોયોગે ધર્મની કે ગુરુની પ્રણાલિમાં કંઈક ભાવ જાગ્યો. પણ શેરડીના છેલ્લા કુચાના રસ જેવો કસ બાકી હતો, અને આ અધ્યાત્મમાર્ગ તો શૂરવીરનો છે. છતાં ક્ષમાદિક ગુણોના સેવન દ્વારા તને ગુરુજનો પાસેથી કંઈક રસાયણ મળશે. તેને પ્રાપ્ત કર. બીજી દોડ છોડી દે.
ચિંતનયાત્રા Jain Education International
૨ For Private & Personal Use Only
અશરણ ભાવના
www.jainelibrary.org