________________
છે તે સર્વે વિનાશી છે. તેથી જ્ઞાની પરવસ્તુમાં અહં મમત્વ કરી મૂંઝાતા નથી. મારે પણ એમજ કરવું જોઈએ.
જન્મ છે ત્યાં મરણ છે. તે પ્રમાણે યુવાની વૃદ્ધાવસ્થા સહિત છે. યુવાની દરેક ક્ષણે વૃદ્ધાવસ્થા તરફ જતી હોય છે. અજ્ઞાની બુઢાપામાં મૂંઝાય છે, આકૂળ થઈ નવા કર્મ બાંધે છે.
સાંયોગિક દરેક વસ્તુનો અવશ્ય વિયોગ હોય છે. માટે જીવે નિર્ણય કરવો કે હું જ્ઞાયક સ્વરૂપ, શાશ્વત, સહજ સ્વરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય છું. એમ ભાવના કરી પરિણતિને પવિત્ર કરો. મોક્ષના કારણભૂત સમ્યકત્વને પ્રાપ્ત કરવું જેથી ભવનો ક્ષય થાય.
વળી જેમ ધનાદિ વિનશ્વર છે, તેનો મોહ બંધનું કારણ છે. તેમ ઈન્દ્રિયાદિના વિષયો, તેના નિમિત્તે મળતા પદાર્થો વિનશ્વર છે તેના અહે મમત્વ બંધનકારી છે. છતાં માનવમાત્રને સાધનની આવશ્યકતા હોય છે. તે આવશ્યકતાની મર્યાદા કરવી.
યોગીજનો તે તે પદાર્થોના રાગાદિભાવ રહિત હોવાથી અલ્પાંશે તેનો ઉપયોગ કરવા છતાં તેઓને તે પદાર્થોના નિમિત્તો બંધનરૂપ થતા નથી.
આ પ્રમાણે અનિત્ય પદાર્થોના વિકલ્પોનો ત્યાગ કરવો. અને નિત્ય એવા ત્રિકાળી શુદ્ધાત્મા જ ઉપાદેય છે તેમ દઢ શ્રદ્ધા કરવી. અનિત્ય પદાર્થોમાં ઉપયોગ ભમે છે ત્યારે જીવ આકૂળ થાય છે પરંતુ મૂછવશ તે જાણી શકતો નથી માટે હે જીવ! વિચાર કર, વિરામ પામ અંતરમુખ થા, સ્વાત્માનું લક્ષ્ય કર. આ મનુષ્ય જન્મ સાર્થક કર.
અનિત્ય ભાવના : (હરિગીત) ચંદ્ર સૂરજ ને તુ પણ આવે અને વળી જાય છે. આયુષ્ય વીતે કઈ રીતે ના ખબર પડતી કાંઈ તને પર્વત પતિત નદી સરિત જલ અવિરતપણે વહી જાય છે. કરવત કાપે કાષ્ટ જયમ, તેમ શ્વાસ તુજ આયુષ્યને. ક્ષણે ક્ષીણ થઈ રહ્યું, યૌવન તારું ભાઈ આ જયમ અંજુલિનું નીર અને તુષારબિંદુ ધૂપમાં મેઘધનસમ નગર આ, વળી ધન અને પણ સંપત્તિ સંસારની પ્રત્યેક વસ્તુ અસ્થિર તેમ જ જાણવી.
-
-
ચિંતનયાત્રા Jain Education International
૧૮
અનિત્ય ભાવના www.jainelibrary.org
For Private & Personal Use Only