________________
૪૫
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ દીર્ઘબાહુ, મધ્યભાગ આદિ સમાન ધર્મો માત્ર જ્યારે દેખાય અને તે બન્નેના જે વિશેષધર્મો છે તે ન દેખાય ત્યારે જ આ સંશય થાય છે.
આમ તેમ ચાલવું તે ચલન અને માથું ચલાવવું અથવા ખંજવાળવું તે શિર કંપન આ પુરુષના વિશેષ ધર્મો છે જે પુરુષમાં હોય છે પણ સ્થાણુમાં સંભવતા નથી. તથા પક્ષીઓના માળા હોવા તે વયોનિલયન અને વેલડીઓથી વીંટળાવાપણું તે વલ્ગારોહણ આ સ્થાણુના વિશેષ ધર્મો છે. જે સ્થાણુમાં હોય છે પરંતુ પુરુષમાં સંભવતા નથી. જો આ વિશેષધર્મો કોઈના પણ દેખાયા હોત તો તો સંશય ન જ થાત. પરંતુ ઊર્ધ્વતારોહ પરિણાહ-દીર્ઘબાહુ ઈત્યાદિ બન્નેમાં રહેવા વાળા સાધારણ ધર્મોનું પ્રત્યક્ષ થયે છતે અને વસ્તુ દૂર દૂર હોવાથી ચલન-શિર કંપન એ પુરુષના વિશેષ ધર્મો અને વયોનિલયન તથા વલ્ગારોહણ ઈત્યાદિ સ્થાણુના વિશેષ ધર્મો એમ ઉભયમાં રહેલા પોતપોતાના વિશેષ ધર્મોનું પ્રત્યક્ષ ન થયે છતે બન્નેમાં સંભવતા ધર્મોનું સ્મરણ થઈ આવવાથી બન્નેમાંથી “આ કઈ એક વસ્તુ હશે” તેનો નિશ્ચય કરવાની ઈચ્છાવાળાને “શું આ સ્થાણુ છે કે પુરુષ છે” આવો વિચારાત્મક સંશય થાય છે.
આવા પ્રકારના સ્થાણુ અને પુરુષાદિનો જ સંશય થાય છે. તેથી આ સંસારમાં (ત્યાં અથવા અન્યત્ર) સ્થાણુ પણ છે અને પુરુષ પણ છે. બન્ને વસ્તુઓ વસ્તુરૂપે જગતમાં છે. બન્ને વસ્તુ આ જીવે જોયેલી પણ છે. બન્નેના સાધારણધર્મ અને વિશેષધર્મો પણ આ જીવે જાણેલા છે, જોયેલા છે, માણેલા છે. પરંતુ હાલ અંધકાર અને દૂરક્ષેત્રના કારણે સામાન્યધર્મ માત્ર જ દેખાય છે. વિશેષધર્મો દેખાતા નથી તેથી જ સંશય થાય છે. જે વધ્યાપુત્ર-આકાશપુષ્પ કે શશશ્ચંગ આદિ અવસ્તુ હોય છે તેનો સંશય ક્યારેય થતો નથી.
આ જ પ્રમાણે શરીર અને આત્માના પણ સામાન્યધર્મ અને વિશેષધર્મો પૂર્વકાલમાં જાણ્યા છે જેણે એવા અનુભવીને તે બન્નેમાં સંભવે એવા સમાનધર્મોનું પ્રત્યક્ષજ્ઞાન થયે છતે અને બન્નેમાંના કોઈના પણ વિશેષધર્મોનું પ્રત્યક્ષજ્ઞાન ન થયે છતે અને મનમાં તે બન્નેના વિશેષ ધર્મોનું સ્મરણ થયે છતે કોઈપણ એક વસ્તુ તરફ નિર્ણય કરવાની ઈચ્છાવાળાને જ “શું આ આત્મા હશે કે શું આ શરીરમાત્ર જ હશે ?” આવો સંશય પ્રગટ થાય છે. આ સંશય પણ સંસારમાં શરીર અને આત્મા હોતે છતે જ સંભવે છે. આ બન્નેમાંથી જો એકનો પણ આ સંસારમાં સર્વથા અભાવ જ હોત તો તેનો સંશય પણ ન જ થાત.
“સર્પ અને રજુ” ગોળ ગોળ હોય છે. પ્રાયઃ કૃષ્ણ રંગવાળાં હોય છે, વીંટળાઈને