________________
પ૩
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ખરને માથે શૃંગ નીકળવાનો સમવાય નથી. ઉપાદાનતા નથી. “આકાશપુષ્પ નથી” આ વાક્યમાં પણ આકાશ પણ છે અને પુષ્પ પણ છે. પરંતુ આકાશમાં પુષ્પ ઉગવાનો સમવાય (ઉપાદાનપણું) નથી. “નાતિ ચશ્ચમ ” “બીજો ચંદ્ર નથી” ઈત્યાદિ બોલાતાં વાક્યોમાં અન્ય પદાર્થો પણ છે અને ચંદ્રમા પણ છે. ફક્ત બીજો ચંદ્રમા નથી. એક જ ચંદ્રમા છે. તેથી અનેકમાં રહેવાવાળી ચંદ્રવ નામની જાતિ નથી, સામાન્ય નથી. કારણ કે ઘટ ઘણા છે તેથી તે ઘણા ઘટમાં “ઘટત્વ” નામનું સામાન્ય હોય છે તેવી રીતે ઘણા ચંદ્ર નથી માટે “ચંદ્રવ” નામનું સામાન્ય (જાતિ) નથી. એમ જણાવાય છે. પરંતુ સર્વથા ચંદ્રનો અભાવ કહેવાતો નથી તથા “સન્તિ પટ9મા મુવ:” ઈત્યાદિ બોલાતા વાક્યોમાં “ઘટ જેવડાં સ્થૂલ (મોટાં) મોતી હોતાં નથી” આ અર્થમાં સંસારમાં ઘટ પણ છે અને મોતી પણ છે જ. ફક્ત મોતીમાં ઘટના જેવી સ્થૂલતા નામના ગુણવિશેષનો જ નિષેધ કરાય છે. આ ચૈત્ર દેવદત્ત જેવો ડાહ્યો નથી. અહીં ડહાપણ નામના વિશેષ ધર્મનો જ નિષેધ કરાય છે. પણ ચૈત્ર કે દેવદત્તનો નિષેધ કરાતો નથી.
આ રીતે જ્યાં જ્યાં “નાસ્તિ" બોલાય છે, નિષેધ કરાય છે ત્યાં ત્યાં સંયોગસમવાય-સામાન્ય અને વિશેષ આ ચારનો જ નિષેધ કરાય છે. પરંતુ પદાર્થોનો નિષેધ કરાતો નથી. તેથી “નાતિ માત્મા” “આત્મા નથી” આવું વાક્ય તમારા વડે જે બોલાય છે તેનો અર્થ જ તે છે કે આ સંસારમાં આત્મા નામનો પદાર્થ કોઈક સ્થાને (જીવંત શરીરમાં) વિદ્યમાન છે. તેના સંયોગમાત્રનો જ કોઈ અન્ય સ્થાનમાં (મૃતકશરીરમાં) નિષેધ કરાય છે. અર્થાત્ જેમ ઘરમાં દેવદત્ત નથી ત્યાં ઘરના અને દેવદત્તના સંયોગનો જ નિષેધ કરાય છે. સર્વત્ર દેવદત્ત નથી એવો અર્થ થતો નથી. તેવી જ રીતે “આ શરીરમાં આત્મા નથી” તેનો અર્થ આ શરીર અને આત્માનો સંયોગ નથી પરંતુ અન્ય શરીરમાં આત્મા છે. આમ આત્માનું અસ્તિત્વ જ સિદ્ધ થાય છે. પણ અસ્તિત્વનો સર્વથા નિષેધ થતો નથી.
પ્રશ્ન - હે ભગવાન્ ! જો આ સંસારમાં “જેનો જેનો નિષેધ કરાય તે તે હોય જ” આવો નિયમ હોય તો “મારામાં ત્રણ લોકનું સ્વામીપણું” હોવું જોઈએ. કારણ કે તમે તીર્થંકરપ્રભુ હોવાથી જેવું તમારામાં ત્રિલોકેશ્વરપણું છે તેવું મારામાં ત્રિલોકેશ્વરપણું નથી. આમ હોવાથી તમારા વડે કહેવાય છે કે જે નિષેધ કરાય તે હોય, મારામાં ત્રિલોકેશ્વરતા તમારા વડે નિષેધાય છે માટે હોવી જ જોઈએ તથા નિષેધના પ્રકાર સંયોગ-સમવાયસામાન્ય-વિશેષ એમ ચાર જ તમે જણાવ્યા છે. તેથી નિષેધનો પાંચમો પ્રકાર નથી એવો અર્થ થાય છે અને જે જે નિષેધ કરાય તે તે હોય છે. તો નિષેધનો પાંચમો પ્રકાર પણ