________________
ગણધરવાદ
૧૦૭
બીજા ગણધર - અગ્નિભૂતિ પ્રશ્ન - બાલ્યાવસ્થાનું ગર્ભકાલે જે શરીર બને છે તે શરીર ભવાન્તરના (ગયા ભવના) ભાગ્યશરીરથી જ બને છે. આમ માનીએ અને કાશ્મણ શરીર ન માનીએ તો શું દોષ ?
ઉત્તર - ભવાન્તરનું (ગયા ભવનું) ભોગ્ય શરીર તો જીવ ત્યાં જ મુકીને નીકળે છે. તે શરીર એક ભવથી બીજા ભવમાં જતી વખતે લઈ જવાતું જ નથી, તેથી તે શરીરપૂર્વક નવા શરીરની રચના થવી અસંભવિત જ છે. જીવ નીકળી ગયા પછી પાછળ એકલા રહેલા તે શરીરનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે તે સર્વે લોકો પણ જાણે છે.
પ્રશ્ન - ગર્ભકાલે બાલ્યાવસ્થાના શરીરની જે રચના થાય છે તે પૂર્વે આ જીવ અશરીરી છે એમ માનીએ તો શું દોષ ? કારણ કે ગયા ભવનું શરીર ત્યાં ત્યજીને જ જીવ નીકળે છે. આ ભવનું શરીર હવે બનાવવાનું છે. તેથી ગયા ભવથી છુટેલો જીવ શરીરરહિત છે અને અહીં અશરીરી એવો તે આ ભવમાં આવે છે અને અહીં આવીને અશરીરી એવો તે જીવ આ ભવના ભોગને યોગ્ય નવા શરીરની રચના કરે છે. પણ કર્મનું બનેલું કાર્પણ શરીર નથી આમ માનીએ તો શું દોષ ?
ઉત્તર - શરીરરહિત એકવાર પણ આત્મા જો બને તો તે નિયમો મોક્ષે જ જાય. શરીર એ જ સંસારનું મુખ્ય બંધન છે. તે છુટે છતે ફરીથી સંસારમાં જન્મ જ કેમ થાય ? વળી અશરીરી થયેલો જીવ પૂર્વભવમાંથી છુટ્યા પછી સર્વથા જો કર્મ વિનાનો જ બનતો હોય તો અમુક નિયત ગર્ભમાં જ, નિયત સ્થાનમાં જ કે નિયત દેશમાં જ પ્રાપ્તિ કરવા પૂર્વકનું નવું શરીર ધારણ કરે છે તે કેમ બને ? અમુક નિયત ગર્ભાદિના કારણભૂત કાર્મણશરીર માન્યા વિના નિયત સ્થાનાદિમાં કાર્યભૂત નવા શરીરની વિશિષ્ટ રચના કેમ સંભવે છે? પશુના, પક્ષીના, મનુષ્યના, દેવના કે નારકીના એમ અમુક જ ભવમાં જવાનું, આવું જ શરીર બનાવવાનું, આ સર્વ ભાવોનું નિયામક કારણ જો કોઈ નહી માનીએ તો કોઈ કારણ છે જ નહીં, પછી નિયત ભવમાં જવાની નિયામકતા પણ કેમ ઘટશે ?
પ્રશ્ન - “સ્વભાવ” ને કારણે માનીએ તો ચાલે ને? જીવ જેવો પૂર્વભવમાંથી છુટે છે તેવો જીવનો તેવો સ્વભાવ જ છે કે તે અમુક નિયત ગર્ભમાં, નિયત દેશમાં અને નિયત સ્થાનમાં જ જાય અને ત્યાં પોતાના સ્વભાવના કારણે જ શરીરરચના કરે ?
ઉત્તર - તમારી આ યુક્તિ પણ બરાબર નથી. જીવનો મૂલ સ્વભાવ તો અરૂપી છે, અશરીરી છે. શુદ્ધ જીવ તો આવા સ્વભાવવાળો છે. આવા સ્વભાવવાળો આ જીવ કર્મ નામના કારણ વિના મહાબંધનભૂત એવી શરીરરચના કરવાના સ્વભાવવાળો કેમ