________________
૬૦૪
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ પ્રશ્ન - આ નિરુપચિત સુખ ક્યારે ઉત્પન્ન થાય છે? અને કેવી રીતે ઉત્પન્ન થાય
ઉત્તર - પુણ્ય અને પાપ એમ ઉભયપ્રકારના કર્મોનો અને તે કર્મોથી જન્ય દુઃખોનો સંપૂર્ણ ક્ષય થયે છતે આ સુખ અવશ્ય ઉત્પન્ન થાય છે. સંસારિક સર્વે પુણ્યફળ પણ દુઃખ જ છે. આ વાત પૂર્વે સમજાવેલી છે. તેથી પાપફળ તથા તેનાથી ઈતર એવું જે પુણ્યફળ એમ બન્ને પ્રકારના કર્મોનું જે કોઈ ફળ છે તે સર્વે દુઃખ જ છે. દુઃખ સિવાય કંઈ છે જ નહીં. તે બન્ને પ્રકારનાં કર્મોના ઉદયથી થયેલ (સુખ-દુઃખ આત્મક) જે કોઈ દુઃખ છે તે મુક્તાત્માને સર્વથા ક્ષીણ થયેલું છે. તેથી સાંસારિક સર્વ પ્રકારના (સુખ-દુઃખાત્મક) દુઃખનો ક્ષય થયે છતે નિષ્પતિકારાત્મક અને નિરુપમ એવું સ્વાભાવિક અનંતગુણોની રમણતાવાળું સુખ મુક્તાત્માને ઉત્પન્ન થાય છે. તે જ વાસ્તવિક સાચું સુખ છે.
પ્રશ્ન - ગુણોની રમણતાનું જે સુખ છે તે જ સાચું સુખ છે. આ વાત સમજાવવા માટે એક ઉદાહરણ આપો. કોની જેમ આ સાચું સુખ છે ?
ઉત્તર - વિશિષ્ટ આત્મદશાના જ્ઞાનવાળા અને મોહના ઉદયજન્ય પીડા વિનાના મુનિની જેમ મુક્તાત્માનું જે સુખ છે તે સાચું સુખ છે. મોહના વિકારો વિનાના મુનિને પોતાની જ્ઞાનદશામાં લયલીનતાનો જે આનંદ છે તે અનુપમ અને અવાચ્ય છે. તથા સ્વયં અનુભવયોગ્ય છે. આ આનંદ એવો છે કે જે માણે તે જ જાણે. પ્રશમરતિ નામના ગ્રંથમાં પૂજ્ય ઉમાસ્વાતિજી મહારાજશ્રીએ કહ્યું છે કે -
निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् ॥२३८॥
અર્થ - જે મહાત્માઓએ અહંકાર અને કામવિકારને જીત્યા છે, મન-વચન અને કાયામાં મોહના વિકારો વિનાના છે તથા અટકી ગઈ છે પરની આશા જેઓને તેવા ઉત્તમ આત્માઓને અહીં જ મોક્ષ છે. (કારણ કે કોઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવનો પ્રતિબંધ તે મહાત્માઓને નથી માટે અહીં જ મોક્ષ છે.) li૨૦૦૭ll
અથવા બીજી રીતે પણ મોક્ષના જીવોને જ સાચું સુખ છે આ વાત સમજાવતાં પરમાત્માશ્રી કહે છે .
जह वा नाणमओऽयं जीवो नाणोवघाइ चावरणं ।। करणमणुग्गहकारि, सव्वावरणक्खए सुद्धी ॥२००८॥