Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 627
________________ ૬૦૨ અગિયારમાં ગણધર - પ્રભાસ ગણધરવાદ જીવને દુઃખી દુઃખી કરે છે. જે છત્રનો દાંડો હાથમાં પકડી રાખવો પડે તે છત્ર જેમ પરિશ્રમ માટે જ થાય છે તેમ રાજ્ય પણ પરિશ્રમ માટે જ છે. પરિશ્રમ દૂર કરવા માટે તે રાજ્ય સમર્થ થતું નથી. કેરા સર્વ ઈચ્છાઓ પૂરી પાડનારી લક્ષ્મી ભોગવી, તેથી શું ? પોતાના ધન વડે સ્વજનોને ખુશ ખુશ કર્યા, તેથી પણ શું? શત્રુઓના માથા ઉપર પગ મુક્યો, તેથી પણ શું ? શરીરધારી જીવોને આ શરીર વડે કલ્પ સુધી રહેવાય, તેથી પણ શું ? આ રીતે સાંસારિક સાધન-સાધ્યનો સમૂહ કંઈપણ લાભદાયી નથી. સ્વપ્નતુલ્ય અથવા ઈન્દ્રજાલતુલ્ય છે. પરમાર્થથી મિથ્યા છે. તે મનુષ્યો ! જો તમારામાં કંઈ પણ ચેતના (ડહાપણ) હોય તો અતિશય શાન્તિને કરનારા અને કોઈપણ જાતની પીડા વિનાના બ્રહ્મમાત્રને (આત્મજ્ઞાનને) જ સ્વીકારો. ૩-૪ ઈત્યાદિ શ્લોકો વડે આધ્યાત્મિક મહાત્માઓએ પુણ્યફળને પણ દુઃખ જ કહ્યું છે. તે પરમાર્થથી દુઃખ જ છે. તેમાં સુખનો ભ્રમમાત્ર જ છે. તેથી પુણ્યનું ફળ પણ તાત્ત્વિકપણે દુઃખ જ છે. ર૦૦પી પુણ્યનું ફળ પણ દુઃખ જ છે આ વાત દેઢ કરે છે - विसयसुहं दुक्खं चिय, दुक्खपडियारओ तिगिच्छ व्व । तं सुहमुवयाराओ, न उवयारो विणा तच्चं ॥२००६॥ (विषयसुखं दुःखमेव, दुःखप्रतिकारतश्चिकित्सेव । तत्सुखमुपचाराद् नोपचारो विना तथ्यम् ॥) ગાથાર્થ - પાંચ ઈન્દ્રિયોના વિષયનું જે સુખ છે તે પરમાર્થથી દુઃખ જ છે. માત્ર દુ:ખના પ્રતિકારરૂપ છે. ચિકિત્સાની જેમ. તેમાં જે સુખબુદ્ધિ છે તે ઉપચારમાત્રથી જ છે અને ઉપચાર તથ્ય સુખ વિના થતો નથી. માટે તથ્ય સુખ કોઈક બીજું છે.) I/૨૦૦૬/l વિવેચન - ઉપર કરેલી વિસ્તૃત ચર્ચા પ્રમાણે પાંચ ઈન્દ્રિયોના વિષયોના ઉપભોગાત્મક જે સુખ મોહાલ્વ જીવોને લાગે છે તે ખરેખર પરમાર્થથી તો દુઃખ જ છે. માત્ર તે કાલે ઉત્પન્ન થયેલી ઉત્સુકતારૂપ અરતિના (ઉગના) દુઃખનો જ પ્રતિકાર કરનાર છે. વાસ્તવિકપણે દુઃખ મટાડનાર નથી, પરંતુ ભોગની ભૂખ, પરાધીનતા અને અનેક ઉપાધિઓને વધારનારું

Loading...

Page Navigation
1 ... 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650