Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 647
________________ ૬૨૨ અગિયારમાં ગણધર - પ્રભાસ ગણધરવાદ (ાવમfપ મવેદ્ મુવતો નિ:સુવવૃત્વ તુ તવસ્થમ્ | तद् नो प्रियाऽप्रिये, यस्मात् पुण्येतरकृते ॥ ज्ञानानाबाधत्वतो न स्पृशतो वीतरागद्वेषस्य । તસ્ય પ્રિયમર્ષિ વી મુવતમુર્હ : પ્રસડત્ર? ) ગાથાર્થ - એમ હોય તો પણ મુક્તજીવને સુખ અને દુઃખનો અભાવ હોય છે આવો મારો પ્રશ્ન તો તેની તે જ અવસ્થાવાળો ઉભો જ રહે છે. આવી પ્રભાસજીની વાત બરાબર નથી. કારણ કે જે પુણ્યકર્મ અને પાપકર્મથી પ્રાપ્ત થતાં સાંસારિક સુખ અને દુઃખ તેઓને સ્પર્શતાં નથી. અનંતજ્ઞાન અને અનંત અનાબાધતા હોવાથી ચાલ્યા ગયા છે રાગ અને દ્વેષ જેના એવા વીતરાગપ્રભુને પુણ્ય-પાપજન્ય પ્રિય-અપ્રિય ન સ્પર્શે, તેથી સ્વાભાવિક નિરુપમ અનંત સુખ માનવામાં “સુખાભાવ” નો પ્રસંગ ક્યાં આવ્યો? //ર૦૨૨-૨૦૨૩/l વિવેચન - ઉપર કરેલી ચર્ચા પ્રમાણે પ્રભાસગણધર બે વાત સ્વીકારે છે. ત્રીજી વાતમાં હજુ શંકાશીલ છે. તેથી ફરીથી પ્રશ્ન કરે છે કે “મુક્તિગત જીવ હોય છે” આ વાત અમારી ઈચ્છા ન હોય તો પણ ઉપર કહેલી ચર્ચા પ્રમાણે યુક્તિઓથી સિદ્ધ થાય છે એટલે અમારે અનિચ્છાએ પણ સ્વીકારવું જ પડે છે. તેમ થયે છતે (૧) જીવ અને કર્મનો વિયોગ થવારૂપ મોક્ષ અને (૨) તે મોક્ષમાં જીવનું હોવાપણું આ બે વાત તો સિદ્ધ થાય છે. માનવી જ પડે છે. પરંતુ (૩) તે સિદ્ધના જીવને સુખ-દુઃખનો સર્વથા અભાવ જ છે આવો પ્રશ્ન પહેલાં મારા વડે જે કરાયો હતો “પ્રાપ્રિયે શરીર ન પૃશત:' આ વેદવાક્યનો આધાર લઈને સુખાભાવનો જે પ્રશ્ન કરાયો હતો તે તો હજુ તેવો ને તેવો જ ઉભો રહે છે. તેનો ઉત્તર આમાંથી મને મળતો નથી. ઉત્તર - તમારો આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે આ સંસારમાં સર્વે પણ જીવોને પુણ્યકર્મ અને પાપકર્મના ઉદયથી જ પ્રાપ્ત થનારાં સાંસારિક સુખ-દુઃખ (પ્રિયાપ્રિય) સ્પર્શતા હોય છે. તે કારણથી ક્ષીણ થયાં છે સર્વે પણ પુણ્યકર્મ અને પાપકર્મ જેનાં એવા અને સંપૂર્ણ એવા સંસારરૂપી સાગરના પારને પામેલા એવા મુક્તાત્માને તેવા પ્રકારનાં પુણ્ય-પાપકર્મજન્ય જે સુખ-દુઃખ છે તે જ હોતાં નથી. તેથી તે મુક્તાત્માને સંપૂર્ણ સુખાભાવ હોતો નથી. આ વાત સ્વયં સમજી લેવી. કારણ કે તે મુક્તાત્માને અનંતજ્ઞાન અને અનંતાવ્યાબાધ સુખ હોવાથી સ્વાભાવિક-નિરુપમ અનંતસુખ હોય છે અને આ સુખ આત્માના ગુણરૂપ હોવાથી સ્વાભાવિક છે. નિષ્ણતિકારરૂપ છે તથા સંસારમાં એવી કોઈ ઉપમા નથી કે જેની સાથે આ સુખ સરખાવી શકાય માટે નિરુપમ છે. ઉપરોક્ત વાત અમે “મુત્ત પર સોલ્વે ના II IIવીદો નહીં મુળ” ઈત્યાદિ

Loading...

Page Navigation
1 ... 645 646 647 648 649 650