Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 648
________________ ગણધરવાદ અગિયારમાં ગણધર - પ્રભાસ ૬૨૩ પદવાળી ૧૯૯૨મી ગાથામાં પૂર્વે જ સિદ્ધ કરી છે. તેથી જેના રાગ અને દ્વેષ ચાલ્યા ગયા છે એવા વીતરાગદ્વેષવાળા મુક્તાત્માને પ્રિય એટલે કે પુણ્યકર્મજનિત સુખ હોતું નથી તથા અપ્રિય એટલે કે પાપકર્મજનિત દુઃખ પણ સંભવતું નથી. પરંતુ આ પુણ્ય-પાપકર્મ જનિત સાંસારિક સુખ અને દુઃખ કરતાં સર્વથા વિલક્ષણ સ્વભાવવાળું તથા કર્મજનિત ન હોવાથી આત્માના ગુણસ્વરૂપવાળું સ્વાભાવિક, નિષ્પતિકારાત્મક, નિરુપમ એવું અને ક્યાંય ક્યારેય પ્રતિઘાત ન પામે તેવું અનંતસુખ આ મુક્તાત્માને હોય છે. સાંસારિક ઈન્દ્રિયોના વિષયસુખ કરતાં સર્વથા વિલક્ષણ એવું અતીન્દ્રિય સુખ હોય છે. “મારી વા વસન્ત પ્રિયપ્રિયે જ રીત:” આવા પ્રકારનું જે આ વેદવાક્ય છે તેનો અર્થ “અશરીરીપણે વસતા એવા મુક્તજીવને પુણ્ય-પાપકર્મજન્ય સુખ અને દુઃખ સ્પર્શતાં નથી” આવું વેદમાં કહેલ હોવાથી મુક્તાત્માને વેદનીયકર્મનો સર્વથા ક્ષય થયેલો હોવાથી વ્યાબાધા (પીડા) વિનાનું સ્વાભાવિક એવું મુક્તાવસ્થાનું જે અનંતસુખ છે તેનો અભાવ માનવાનો જે પ્રસંગોત્ર = અહીં પ્રસંગ જ ક્યાં આવે છે? અર્થાત્ સુખાભાવ માનવાનો પ્રસંગ જ આવતો નથી. પુણ્ય-પાપકર્મજનિત સાંસારિક ઈન્દ્રિયજન્ય સુખ-દુઃખ ન હોતે છતે અતીન્દ્રિય એવું ગુણોની રમણતાના આનંદસ્વરૂપ એવું સ્વાભાવિક સુખ તો સારી રીતે સંભવી શકે છે. તેથી ઉપરોક્ત ચર્ચાના સાર રૂપે “રદ હૈ સશરીરસ્ય ઈત્યાદિ પ્રથમ જે વેદવાક્ય છે. તે સંસારી જીવો માટે છે અને “શરીર વી વસન્ત' ઈત્યાદિ જે બીજું વેદવાક્ય છે તે મુક્તજીવ માટે છે. આ રીતે વેદવાક્યો વડે જ ઉપરોક્ત નીતિ-રીતિ પ્રમાણે (૧) જીવકર્મના વિયોગાત્મક મુક્તિ, (૨) મુક્તાવસ્થામાં જીવનું અસ્તિત્વ અને બીજા વેદવાક્યથી (૩) અશરીરીપણે વસતા મુક્તજીવને પુણ્ય-પાપક્ષયજન્ય સ્વાભાવિક અપ્રતિઘાતી એવું અનંતસુખ હોય છે. આમ આ ત્રણે વાતો બરાબર સિદ્ધ થાય છે. માટે જો આ ત્રણ વાતો તમે નહીં માનો તો તમને “અભ્યપગમવિરોધ” નામનો દોષ આવશે. આ વાત નક્કી થઈ. વળી “નરામ વૈતત્ સર્વ નિદોત્રમ્' ઈત્યાદિ જે વેદવાક્યો છે ત્યાં હે પ્રભાસ ! તમે જે મનમાં આવી શંકા કરો છો કે “યાવજીવ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ કે જેનું ફળ સ્વર્ગલોક છે” તેથી સ્વર્ગલોકના હેતુભૂત અગ્નિહોત્ર યજ્ઞ કરવાનું જીવીએ ત્યાં સુધી કહેલું હોવાથી મોક્ષના હેતુભૂત ક્રિયા કરવાનો આરંભ યોગ્ય કાલ જ ન હોવાથી મોક્ષનો અભાવ જ છે. આવી મનમાં તમે શંકા લાવો છો. પણ તમારી તે શંકા અસાર છે, નકામી છે. આ વેદવાક્યનો ભાવાર્થ તમે બરાબર સમજ્યા નથી. તેનો સાચો અર્થ આ પ્રમાણે છે - તે આ અગ્નિહોત્ર યજ્ઞ છે તે યાવજીવ સુધીમાં જ્યારે જ્યારે અવસર મળે ત્યારે

Loading...

Page Navigation
1 ... 646 647 648 649 650