Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 631
________________ ૬૦૬ અગિયારમા ગણધર - પ્રભાસ ગણધરવાદ (૪) ઈન્દ્રિયો જ્ઞાનની ઉપકારક છે, તેમ પુણ્યકર્મ સુખનું ઉપકારક છે. (૫) સર્વાવરણના ક્ષયે પૂર્ણજ્ઞાન પ્રગટે છે, તેમ પુણ્ય-પાપકર્મના ક્ષયે અનંતસુખ પ્રગટે છે. ll૨૦૦૮-૨૦૦૯ અથવા બીજી રીતે પણ મોક્ષના જીવને સુખનો સંભવ સમજાવે છે - जह वा कम्मक्खयओ, सो सिद्धत्ताइपरिणइं लभइ । तह संसाराईयं पावइ तत्तोच्चिय सुहं ति ॥२०१०॥ ( यथा वा कर्मक्षयतः, स सिद्धत्वादिपरिणतिं लभते । तथा संसारातीतं, प्राप्नोति तत एव सुखमिति ॥) ગાથાર્થ - અથવા તો તે જીવ જેમ કર્મના ક્ષયથી સિદ્ધત્વ વગેરે (સિદ્ધત્વ-અમૂર્તત્વઅશરીરિત્વ) પરિણતિને પામે છે તેમ તે કારણથી જ (કર્મોના ક્ષયથી જ) સંસારાતીત એવા અનંત સુખને પ્રાપ્ત કરે છે. /ર૦૧૭ll વિવેચન - અથવા મોક્ષે જતા જીવનાં સર્વે પણ કર્મો ક્ષય થાય છે તેનાથી જેમ તે સંસારિત અવસ્થાનો નાશ કરીને સિદ્ધત્વ પર્યાયને પામે છે તથા શરીરધારીના કારણે જે મૂર્તિત્વ હતું તેને છોડીને અમૂર્તિત્વને પામે છે. સશરીરી અવસ્થાને ત્યજીને અશરીરી અવસ્થાને જેમ પામે છે તેમ કર્મોના ક્ષયથી જ પુણ્ય-પાપજન્ય સુખ-દુઃખાત્મક દુઃખને ત્યજીને સ્વાભાવિક એવું તથા સંસારથી અતીત અને વિષયસુખથી વિલક્ષણ એવું પોતાના આત્માના ગુણોનું નિરૂપમ અને સાચું અનંત સુખ પામે છે. આ પ્રમાણે ઉપરોક્ત ચર્ચાથી મુક્તાત્મા અનંતસુખમય હોવાથી “તમે જે પૂર્વે કહેલું કે પુણ્ય-પાપકર્મોનો ક્ષય થયેલ હોવાથી સુખનાં કારણો (જે પુણ્યકર્મ તે) ન હોવાથી મુક્તાત્મા આકાશની જેમ સુખ-દુઃખ વિનાનો છે” આવી તમારી પૂર્વે કરેલી વાત ખંડિત થાય છે. કારણ કે “RUTTમાવા” આવો જે હેતુ તમે કહેલો છે તે તમારો હેતુ અસિદ્ધ છે, ખોટો છે, પક્ષવૃત્તિ નથી. તમે પુણ્યકર્મને સુખનું કારણ સમજો છો. પરંતુ પુણ્યકર્મ એ પણ સોનાની બંડીતુલ્ય હોવાથી સુખનું સાધન નથી, પણ દુઃખનું જ સાધન છે. સકલ કર્મનો ક્ષય એ જ સાચું સુખનું કારણ છે અને તે કારણ મોક્ષના જીવમાં વિદ્યમાન છે, તેથી શરVITમાવત્ હેતુ સિદ્ધમાં ઘટતો નથી. સકલ કર્મોના ક્ષયના લક્ષણવાળું સુખનું કારણ ત્યાં વિદ્યમાન હોવાથી તજ્જન્ય સિદ્ધ પરમાત્માને અનંત સુખ અવશ્ય છે અને તે પણ સકારણ છે. માટે કારણાભાવ હેતુ ત્યાં ઘટતો નથી. ૨૦૧૦ll

Loading...

Page Navigation
1 ... 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650