Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 643
________________ ૬૧૮ અગિયારમા ગણધર - પ્રભાસ ગણધરવાદ મુક્તિમાં હોય છે આવો જ અર્થ કરવો યોગ્ય છે. પરંતુ ખરવિષાણની તુલ્ય તુચ્છરૂપ અભાવ (સર્વથા જીવનો અભાવ) આવો અર્થ કરવો ઉચિત નથી. આ પ્રમાણે ‘‘અશરીરમ્’’ શબ્દનો અર્થ સમજાવ્યો. ૨૦૧૭-૨૦૧૮ હવે વા વમાં આ પદનું વ્યાખ્યાન કરતાં કહે છે जं व वसंतं संतं, तमाह वासद्दओ सदेहंपि । न फुसेज्ज वीयरायं, जोगिणमिट्ठेयरविसेसा ॥२०१९॥ ( यद् वा वसन्तं सन्तं, तमाह वाशब्दतो सदेहमपि । न स्पृशेयुर्वीतरागं, योगिनमिष्टेतरविशेषाः ॥ ) ગાથાર્થ - અથવા ‘‘વસન્ત'' એવો જે શબ્દ છે તેનાથી તે જીવ સત્ છે એમ કહેવાય છે. તથા વા શબ્દથી સશરીરી એવા પણ વીતરાગ યોગી પુરુષને ઈષ્ટ-અનિષ્ટ એવા વિશેષભાવો સ્પર્શતા નથી. ૨૦૧૯ વિવેચન - આ વેદવાક્યમાં કેવલ એકલો ‘‘અશરીર'' શબ્દ નથી પણ તેની પાછળ વસમાં શબ્દ પણ છે. તેથી એવો અર્થ થાય છે કે શરીર રહિતપણે વસતા એવા જીવને અર્થાત્ લોકના અગ્રભાગે સિદ્ધશિલાની ઉપર વસતા-રહેતા એવા જીવને રાગ-દ્વેષ (સુખદુઃખ) સ્પર્શતા નથી. આ ‘‘વસસ્તું’ શબ્દથી ત્યાં વસતા-રહેતા એવા અર્થનું સૂચક જે વનન વિશેષણ છે. તે વિશેષણ વડે તે ‘‘અશરીર’’ શબ્દથી વાચ્ય એવો અર્થ “સત્ત્વ’’ અર્થાત્ વિદ્યમાન પદાર્થ આવો અર્થ થાય છે. પરંતુ ખરવિષાણની તુલ્ય “અસદ્ભૂત” અર્થ થતો નથી. કારણ કે વસવાટ કરવો, રહેવું, એ સત્પદાર્થનો ધર્મ છે. વસવાટ કરવો એ અસત્પદાર્થનો ધર્મ નથી. તેથી મોક્ષે જતો જીવ દીપક બુઝાવાની જેમ સર્વથા નાશ પામે છે. આવો અર્થ ‘‘નિર્વાળ’’ શબ્દનો કેમ ઘટે ? એટલે કે તમે જીવનો નાશ થાય છે આવો અર્થ જે કરો છો તે વસ્તું શબ્દની સાથે ઘટતો નથી, માટે ખોટો છે. સાચો અર્થ તો તે છે કે ત્યાં રહેલા જીવને સુખ-દુ:ખ સ્પર્શતાં નથી. તથા અશરીરી થઈને મોક્ષમાં રહેલા એવા જીવને તો સુખ-દુઃખ નથી સ્પર્શતાં, પણ વા શબ્દથી જે હજુ સશરીરી છે, મોક્ષે ગયા નથી પણ વીતરાગ બન્યા છે. રાગ અને દ્વેષ જેને બીલકુલ ઉદયમાં નથી એવા ઉપશાન્તમોહવાળા, અને રાગ-દ્વેષ જેઓને ક્ષય થયા છે એવા ક્ષીણમોહવાળા, સયોગીકેવલી તથા અયોગીકેવલી એમ ૧૧-૧૨-૧૩

Loading...

Page Navigation
1 ... 641 642 643 644 645 646 647 648 649 650