Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 642
________________ ગણધરવાદ અગિયારમા ગણધર - પ્રભાસ ૬૧૭ જીવ તો તેનો તે જ રહે છે. ફક્ત શરીરનું અસ્તિત્વ અને નાસ્તિત્વ સમજાવાય છે. પરંતુ શરીરરહિતપણે જીવનું તો અસ્તિત્વ છે જ. પ્રશ્ન - “ર વિદ્યારે શરીર સ્થિ” આવા પ્રકારનો સમાસનો વિગ્રહ થતો હોવાથી “શરીર નથી” આટલો નિષેધ અર્થ જ નીકળે છે. પરંતુ શરીર વિનાનો અને શરીરથી ભિન્ન એવો “જીવ” છે આવા પ્રકારનો અર્થ કેવી રીતે સમજાય ? સારાંશ કે મોક્ષે જતા જીવને “શરીર હોતું નથી” આમ નિષેધ અર્થ જ માત્ર નીકળે છે. પણ શરીર નથી જેને એવો જીવ હોય છે આમ વિધેય અર્થ કેમ નીકળે ? ઉત્તર - નિષેધવાચક નન્ બે પ્રકારના હોય છે. એક પ્રસજ્ય અને બીજો પર્હદાસ. આમ વ્યાખ્યાન કરવાથી વિશેષ બોધ થાય છે. ત્યાં જ્યારે પ્રસર્યો નન્ હોય છે ત્યારે વસ્તુનો નિષેધ માત્ર જ અર્થ થાય છે. જેમકે “સત્ર ઘટો નાતિ' અહીં ઘટ નથી. પરંતુ જ્યારે પર્યદાસ અર્થમાં વર્તતા એવા નગ્ન વડે નિષેધ કરાય છે ત્યારે તેવા પ્રકારના નગ્ન દ્વારા નિષેધ કરવાના કારણથી “સશરીરી” શબ્દથી શરીરવાળો જે અન્ય પદાર્થ લેવાય છે તેવા જ પ્રકારનો શરીરવાળાના સદેશ જ અન્ય કોઈ પદાર્થમાં “અશર'' શબ્દથી બોધ થાય છે. જેમકે “ન બ્રાહUT: = બ્રાહ:” કહેવાથી જેમ બ્રાહ્મણ શબ્દથી મનુષ્ય જ લેવાય છે તેમ અબ્રાહા' શબ્દથી પણ (બ્રાહ્મણ વિનાનો) ક્ષત્રિયાદિ ભલે લેવાય પણ મનુષ્ય જ લેવાય છે. પરંતુ તુચ્છરૂપ અભાવ લેવાતો નથી. શાસ્ત્રમાં જ કહ્યું છે કે - "नञिवयुक्तमन्यसदृशाधिकरणे लोके तथा ह्यर्थगतिः" નમ્ થી યુક્ત અને ફુવ શબ્દથી યુક્તનો અર્થબોધ અન્ય એવા સમાન અધિકરણમાં જ થાય છે. આ ન્યાયથી જેમ “સશરીર” શબ્દથી શરીરવાળો જીવપદાર્થ જ લેવાય છે તેમ “મશરીર'' શબ્દથી પણ શરીર વિનાનો એવો પણ જીવ જ સમજવાનો હોય છે. સશરીરી જીવ હોય કે અશરીરી જીવ હોય પરંતુ બન્ને “ઉપયોગરૂપે” = જ્ઞાનવાળાપણે સમાન જ છે. આ શરીર જે છે તે ઉપયોગાત્મક સદેશતાનો બાધક નથી. કારણ કે ઉપયોગાત્મકતા તો જીવની સાથે ક્ષીર-નીરના ન્યાયથી તાદાભ્ય ભાવવાળી બનેલી હોવાથી એકરૂપ છે. જ્યારે શરીર તો સંયોગસંબંધવાળું હોવાથી ભિન્ન પદાર્થ છે. જેમ સાકરને ડબ્બામાં રાખો કે ડબ્બા વિના ખુલ્લી રાખો તેમાં તેની મધુરતા કંઈ બદલાતી નથી. તેમ આ જીવ શરીરની અંદર હોય કે શરીર વિનાનો હોય તેથી તેની ચેતનતાને કાંઈ આંચ આવતી નથી. તેથી આ પ્રમાણે પર્યદાસ નગ્ન દ્વારા જ્યારે નિષેધ કરવામાં આવે છે ત્યારે તેના સમાન જ અન્ય પદાર્થમાં વિધાનાત્મક જ બોધ થાય છે. તે કારણથી “માર વા વત્તિ'' આ વેદવાક્યમાં “શરીર' શબ્દથી શરીર નથી જેને એવો જીવ

Loading...

Page Navigation
1 ... 640 641 642 643 644 645 646 647 648 649 650