Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 633
________________ ૬૦૮ અગિયારમાં ગણધર - પ્રભાસ ગણધરવાદ જ હોય છે. કારણ કે પુણ્ય-પાપ કર્મ તથા પુણ્ય-પાપના ઉદયજન્ય સર્વ સુખ અને દુઃખ તેઓનાં ક્ષીણ થયેલાં છે. માટે આવા પ્રકારના દેહ અને ઈન્દ્રિયના અભાવવાળા સિદ્ધ પરમાત્માને જ સ્વાભાવિક નિરુપમ અનંત સુખ યુક્તિસિદ્ધ છે. ll૨૦૧૧| અથવા મુક્તદશામાં દેહ અને ઈન્દ્રિયો ન હોવાથી “સુખાભાવ” છે આવો તમારા વડે જે દોષ આપવામાં આવ્યો છે તે દોષ તેને લાગે છે કે જે મોહાલ્વ જીવ વિષયસુખને જ સુખ માને છે. આત્માના ગુણોના આનંદરૂપ સ્વાભાવિક સુખને નથી સમજતો, તેને જ આ દોષ લાગે છે. અમે (જૈનો) તો સ્વાભાવિક સુખને જ પરમસુખ માનીએ છીએ. માટે અમને આ દોષ લાગતો નથી. આ વાત સમજાવતાં કહે છે કે जो वा देहिंदियजं सुहमिच्छइ तं पडुच्च दोसोऽयं । संसाराईयमिदं धम्मंतरमेव सिद्धिसुहं ॥२०१२॥ (यो वा देहेन्द्रियजं सुखमिच्छति तं प्रतीत्य दोषोऽयम् । संसारातीतमिदं धर्मान्तरमेव सिद्धिसुखम् ॥) ગાથાર્થ - અથવા જે મોહાન્ય જીવ દેહ અને ઈન્દ્રિયજન્ય સુખને જ સુખ માને છે તેને જ આશ્રયીને આ દોષ લાગે છે. અમે તો મોક્ષમાં સંસારથી અતીત એવું અને ધર્માન્તરાવસ્થાવાળું જે સુખ છે તેને જ સુખ માનીએ છીએ. એટલે અમને આ દોષ આવતો નથી. /૨૦૧૨ - વિવેચન - અથવા જે કોઈ મોહબ્ધ જીવ છે. સંસારના સુખમાં જ આનંદ પામનાર છે. પરમાર્થ તત્ત્વને નહીં જોનારો જીવ છે. અને પાંચ ઈન્દ્રિયોના વિષયસુખમાં જ માત્ર આસક્ત છે. તે જીવ દેહ અને ઈન્દ્રિયજન્ય સુખને જ સુખ માને છે. સિદ્ધિ-સુખને સુખ સમજતો જ નથી. કારણ કે તે જીવ ભોગાભિલાષક હોવાથી તેના વડે આવા પ્રકારનું યોગદશાનું સુખ સ્વપ્નમાં પણ જોવાયું જ નથી. તેવા જીવને જ સંસારદશાથી વિપરીત એવો મોક્ષ અને મોક્ષનું સુખ સિદ્ધ કરાયે છતે આ દોષ આવે છે. કારણ કે તેઓનું જ એવું માનવું છે કે “મુક્ત આત્મા સુખ વિનાનો છે. કારણ કે તેને દેહ અને ઈન્દ્રિયો નથી” અમને (જૈનોને) આ દોષ આવતો નથી. કારણ કે અમે તો દેહ અને ઈન્દ્રિયોને સુખનું સાધન માન્યું જ નથી કે જેથી દેહ-ઈન્દ્રિયો ન હોવાથી સુખ ન હોય. અમે તો દેહ-ઈન્દ્રિયો હોય ત્યાં દુઃખ જ હોય છે અને જ્યાં દેહ તથા ઈન્દ્રિયો ન હોય ત્યાં જ સંસારથી અતીત એવું તથા પુણ્ય અને પાપના ફલભૂત એવા સુખ-દુઃખથી

Loading...

Page Navigation
1 ... 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650