Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 635
________________ ૬૧0 અગિયારમાં ગણધર - પ્રભાસ ગણધરવાદ પ્રભાસજી - હે ભગવાન્ ! જો આ જ્ઞાન અને સુખ અને ચેતનના ધર્મ હોય તો તો તે બન્ને ધર્મો અનિત્ય થશે. ક્યારેક ચાલ્યા પણ જશે. જેમ રાગધર્મ ચેતનનો ધર્મ છે. કારણ કે ચેતનને જ તે રાગ થાય છે. વળી તેનો નાશ પણ થાય છે. તેમ જ્ઞાન અને સુખ જો ચેતનના ધર્મો હશે તો કાલાન્તરે રાગની જેમ તેનો નાશ થશે, તેથી આ જીવ અજ્ઞાની અને સુખરહિત થશે. ૨૦૧૩ कयगाइभावओ वा नावरणाऽऽबाहकारणाभावा । उप्पाय-ट्ठिइ-भङ्गस्सहावओ वा न दोसोऽयं ॥२०१४॥ (कृतकादिभावतो वा, नावरणाऽऽबाधकारणाभावात् । उत्पाद-स्थिति-भङ्गस्वभावतो वा न दोषोऽयम् ॥) ગાથાર્થ - અથવા કૃતકાદિભાવ હોવાથી સિદ્ધભગવંતનાં સુખ અને જ્ઞાન અનિત્ય છે. આવો પ્રશ્ન ન કરવો. કારણ કે આવરણ અને આબાધારૂપ કારણનો અભાવ છે અથવા સર્વે ભાવો ઉત્પત્તિ, સ્થિતિ અને ભંગ સ્વભાવવાળા છે, માટે કંઈ દોષ નથી. /૨૦૧૪ll વિવેચન - આગલી ૨૦૧૩ મી ગાથામાં છેલ્લો જે પ્રશ્ન કરવામાં આવ્યો કે “સિદ્ધભગવંતનું જ્ઞાન એ ચૈતન્યધર્મ હોવાથી રાગની જેમ અનિત્ય છે (અર્થાત્ જ્ઞાન વિનાશ પામવાવાળું છે) તેને જ અનુસરતા આ ગાથામાં બીજા હેતુથી આ જ પ્રશ્ન પૂછવામાં આવે છે. પ્રભાસજી - હે ભગવાન્ ! સિદ્ધ પરમાત્માનું સુખ અને જ્ઞાન આ બન્ને ધર્મો અનિત્ય થશે (નાશ પામવાવાળા થશે). તપ, સંયમાદિ કષ્ટકારી ધર્માનુષ્ઠાનો વડે પ્રાપ્ત કરાય છે માટે, આદિ શબ્દથી અભૂત વસ્તુનો પ્રાદુર્ભાવ થતો હોવાથી (અર્થાત્ સાદિ હોવાથી સાન્ત સિદ્ધ થશે), ઘટ-પટની જેમ. ઉપરના પ્રશ્નનો ઉત્તર ભગવાન આપે છે કે હે પ્રભાસજી ! સિદ્ધ પરમાત્માનું સુખ અને જ્ઞાન અનિત્ય નથી. જ્ઞાન ઉપરનું જે આવરણ અને સુખમાં બાધાકારી જે પીડા, આ બને કારણોનો સિદ્ધપરમાત્માને સદાકાલ અભાવ જ રહે છે. માટે જ્ઞાન અને સુખ નાશ પામતાં નથી. પણ નિત્ય રહે છે. ઉપરની વાતનો સાર આ પ્રમાણે છે - સિદ્ધ પરમાત્માને પ્રગટ થયેલ અનંતસુખ અને અનંતજ્ઞાન જો ચાલ્યાં જતાં હોય તો અનિત્ય કહેવાય. જ્ઞાનનો નાશ તેના ઉપરના આવરણીયકર્મના ઉદયથી થાય અને સુખનો નાશ પીડાના હેતુભૂત અસાતવેદનીયના ઉદયથી થાય. જ્ઞાનાવરણીયકર્મ અને

Loading...

Page Navigation
1 ... 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650