Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 636
________________ ગણધરવાદ અગિયારમા ગણધર - પ્રભાસ ૬૧૧ અસાતાવેદનીય કર્મ મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય ઈત્યાદિ બંધહેતુઓ વડે બંધાય છે. આવા પ્રકારના બંધહેતુઓ સિદ્ધ પરમાત્માને મોહનીયકર્મનો સર્વથા ક્ષય થયેલ હોવાથી હોતા નથી. આ કારણથી એટલે કે બંધહેતુઓના અભાવથી જ્ઞાનાવરણીયકર્મ અને અસાતાવેદનીયકર્મરૂપ કર્મો બંધાતાં નથી. તેથી આવરણરૂપ કર્મ અને આબાધાત્મક કર્મરૂપી કારણોનો સદ્ભાવ સિદ્ધ પરમાત્માને નથી. તેના અભાવથી સિદ્ધપરમાત્માનું જ્ઞાન અને સુખ ક્યારેય નાશ પામતું નથી. આ રીતે જ્ઞાન અને સુખનો નાશ ન હોવાથી તે બન્ને ભાવો સિદ્ધપરમાત્મામાં સદાકાલ અવસ્થિત છે. તેથી અનિત્ય કેમ કહેવાય ? જ્ઞાન અને સુખ એ ચેતનના ધર્મો જરૂર છે. પરંતુ જે જે ચેતનના ધર્મો હોય તે સર્વે અનિત્ય (નાશવંત) જ હોય એવો નિયમ નથી. જીવમાં જ રહેલ દ્રવ્યતાધર્મ અને અમૂર્તત્વધર્મ ચેતનધર્મ હોવા છતાં પણ અનિત્ય નથી. (નાશવંત નથી). માટે આ ધર્મોની સાથે ચેતનત્વધર્મ નામના હેતુનો વ્યભિચાર દોષ આવે છે. તમે જે ૨૦૧૩મી ગાથાના ઉત્તરાર્ધમાં આમ કહેલું કે “મુહજ્ઞાને અનિત્યે શ્વેતનધર્મત્વાત્ ાનિવત્'' જેમ રાગાદિ ભાવો ચેતનધર્મ છે અને અનિત્ય છે તેમ જ્ઞાન અને સુખ ધર્મ પણ ચેતનધર્મ છે માટે અનિત્ય છે. આવી તમારી વાત વ્યભિચારવાળી છે. કારણ કે હેતુ વિપક્ષમાં પણ રહેતો હોવાથી વ્યાપ્તિ થતી નથી. “જે જે ચેતનધર્મ હોય તે તે અનિત્ય જ હોય” એવો નિયમ નથી, દ્રવ્યત્વ ધર્મ, અમૂર્તત્વ ધર્મ, અસંખ્યપ્રદેશિત્વ ધર્મ વગેરે ધર્મો ચેતનધર્મ હોવા છતાં પણ અનિત્ય નથી. પણ નિત્ય છે. માટે હેતુ સાધ્યના અભાવમાં વર્તતો હોવાથી તમારો હેતુ “અનૈકાન્તિક” હેત્વાભાસ થાય છે. તથા ગાથા ૨૦૧૪ ના પૂર્વાર્ધમાં તમે જે કહ્યું કે “સિદ્ધસ્ય જ્ઞાનમુણે અનિત્યે જૈતાતિમાવાત્'' આ અનુમાનમાં કહેલો કૃતકત્વ હેતુ તથા આદિ શબ્દથી લેવાતો અમૃતપ્રાદુર્ભાવત્વ હેતુ ઈત્યાદિ તમામ હેતુઓ સાધ્યના અભાવમાં રહેતા હોવાથી વ્યભિચારી છે, માટે અનૈકાન્તિક છે. કારણ કે “પ્રધ્વંસાભાવ” કૃતક છે, અભૂતપ્રાદુર્ભાવવાળો છે. પરંતુ અનિત્ય નથી પણ નિત્ય છે. માટે આ હેતુઓનો પ્રÜસાભાવની સાથે વ્યભિચાર આવે છે. વળી ૨૦૧૪ ગાથામાં કહેલા તત્ત્વ અને અમૃત પ્રાદુર્ભાવત્વ વગેરે હેતુઓ પક્ષમાં વર્તતા પણ નથી. માટે અસિદ્ધ હેત્વાભાસ પણ છે. કારણ કે સિદ્ધપરમાત્માનાં જ્ઞાન અને સુખ સ્વાભાવિક છે. જીવની સાથે અનાદિકાલથી છે. માટે કૃતકત્વાદિ હેતુઓ ત્યાં સંભવતા જ નથી. માત્ર આવરણીયકર્મ વડે અને આબાધા લાવનારા અસાતાવેદનીય

Loading...

Page Navigation
1 ... 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650