________________
ગણધરવાદ
અગિયારમાં ગણધર - પ્રભાસ
૬૧૩
આ પ્રમાણે નિર્વાણ અવસ્થામાં જીવનું અસ્તિત્વ રહે છે. દીપકની જેમ આત્મા સર્વથા બુઝાઈ જતો નથી. નિર્વાણાવસ્થા એ સિદ્ધપરમાત્માની સદવસ્થા છે. આ એક વાત, તથા નિર્વાણ પામેલા જીવોમાં અનંતજ્ઞાન અને નિરુપમ એવું અનંતસુખ હોય છે. આ બીજી વાત. આમ આ બન્ને વાતો અનેક યુક્તિઓથી સિદ્ધ કરીને વેદનાં વચનો દ્વારા તે જ વાત સિદ્ધ કરતા ભગવાન શ્રી મહાવીર પ્રભુ કહે છે કે -
न ह वइ ससरीरस्स प्पियऽप्पियावहतिरेवमादि व जं । तदमोक्खे नासम्मि व सोक्खाभावम्मि व न जुत्तं ॥२०१५॥ (न ह वै सशरीरस्य प्रियाऽप्रियापहतिरेवमादि वा यत् । તમોક્ષે નાશે વી સૌરદ્યામા વા ન યુવતમૂ ).
ગાથાર્થ - “સશરીરપણે વસતા જીવને પ્રિય અને અપ્રિયનો નાશ નથી” ઈત્યાદિ જે વેદવાક્ય છે તે મોક્ષ ન હોય તો, અથવા મોક્ષાવસ્થામાં જીવનો સર્વથા નાશ સ્વીકારીએ તો, તથા મોક્ષના આત્માને સર્વથા સુખનો અભાવ માનીએ તો સર્વથા ઘટતાં નથી. l/૨૦૧૫ll.
વિવેચન - ભગવાન શ્રી મહાવીર પ્રભુ વેદનાં વચનો દ્વારા પણ પ્રભાસજીને સમજાવતાં કહે છે કે -
હે પ્રભાસજી ! તમે (૧) મોક્ષનું અસ્તિત્વ, (૨) મોક્ષમાં જીવનું અસ્તિત્વ અને (૩) મોક્ષમાં સત્ એવા જીવમાં અનંતજ્ઞાન તથા અનંત સુખનું અસ્તિત્વ આ ત્રણ વાતો જો નહીં સ્વીકારો તો તમારાં માનેલાં વેદોનાં નીચેનાં વાક્યોનો અર્થ સંગત થશે નહીં. તમારા માનેલ વેદનાં તે વાક્યો આ પ્રમાણે છે :
રદ વૈ સશરીરસ્ય પ્રિયપ્રિયયોરપતિરતિ” તથા “શરીર વા વસન્ત પ્રિય પ્રિયે ન કૃશત:' આવા પ્રકારનાં વેદનાં બે વાક્યો છે. તેનો અર્થ એવો થાય છે કે શરીર સાથે વર્તતા જીવને (એટલે કે સંસારી જીવને) પ્રિયનો અને અપ્રિયનો (સુખનો અને દુઃખનો) નાશ હોતો નથી. તથા શરીરરહિતપણે વસતા આત્માને (એટલે કે મુક્તાત્માને) પુણ્યકર્મ અને પાપકર્મના ઉદયજન્ય એવાં સુખ અને દુઃખ સ્પર્શતાં નથી. આવું જે વેદવાક્યોમાં કહેલું છે તે જો જીવ અને કર્મોનો વિયોગ થવા સ્વરૂપ મોક્ષ નહીં સ્વીકારો તો ઘટતું નથી.
તથા “તિરપિ ન પ્રજ્ઞયિ” ઈત્યાદિ વાક્યોનો આધાર લઈને “મુક્તિમાં જ્ઞાન પણ નથી હોતું તેથી જ્ઞાનવાળો જીવપદાર્થ પણ નથી હોતો” આવો અર્થ કરીને મોક્ષાવસ્થામાં જીવનો જો સર્વથા નાશ જ સ્વીકારવામાં આવે અર્થાત્ મોક્ષમાં જીવનું અસ્તિત્વ જ ન