Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 634
________________ ગણધરવાદ અગિયારમા ગણધર - પ્રભાસ ૬૦૯ સર્વથા વિલક્ષણ એવું જાણે જુદી જ જાતનો ધર્મ હોય તેવું અનુપમ, ક્યારેય ક્ષય ન પામે તેવું, ઉપચાર વિનાનું - સાચેસાચું આત્માના ગુણોની રમણતાવાળું સિદ્ધિ-સુખ ઈચ્છીએ છીએ. આવું સુખ ઈચ્છતા એવા અમને દેહ-ઈન્દ્રિય ન હોય તો પણ સુખ માનવામાં કોઈ દોષ આવતો નથી. ૨૦૧૨ા પ્રશ્ન - મોક્ષના જીવને અનુપમ સુખ છે એમ તમે કહો છો પરંતુ કહેવા માત્રથી સુખની સિદ્ધિ ન થાય. તે માટે તો પ્રમાણ જણાવવું પડે. માટે આ બાબતમાં પ્રમાણ કહો. તે પ્રમાણ જણાવતાં ભગવાન કહે છે કે - कह नणु मेयं ति (कहमणुमेयं ति पाठान्तर) मई नाणाणाबाहउत्ति नणु भणियं। तदणिच्चं नाणं पि य चेयणधम्मोत्ति रागोव्व ॥२०१३॥ (कथं ननु मेयमिति (कथमनुमेयमिति पाठान्तर) मतिर्ज्ञानानाबाधत इति ननु भणितम्। तदनित्यं ज्ञानमपि च चेतनधर्म इति राग इव ॥) ગાથાર્થ - સિદ્ધને અનંતસુખ છે. આ વાત કેવી રીતે જાણવી? આવો પ્રશ્ન થાય તો જ્ઞાન અને અનાબાધા હોવાથી અનંતસુખ છે આવું અનુમાન પૂર્વે કહેલું જ છે. પ્રશ્ન - ચૈતન્યધર્મ હોવાથી રાગની જેમ તે સુખ અને જ્ઞાન અનિત્ય થશે. ૨૦૧૩ - વિવેચન - અહીં પ્રભાસજી શંકા કરે છે. હે ભગવાન્ ! આપ સિદ્ધપરમાત્માને અનંતસુખ હોય છે એમ ઈચ્છો છો (કહો છો, પરંતુ પોતાની ઈચ્છામાત્રથી વસ્તુની સિદ્ધિ થઈ જતી નથી. વસ્તુની સિદ્ધિ કરવી હોય તો પ્રમાણ આપવું જોઈએ. જે પ્રમાણથી સિદ્ધપરમાત્માને અનંતસુખ છે આ વાત સિદ્ધ થતી હોય તે પ્રમાણ આપશ્રીએ જણાવવું જોઈએ. ભગવાન - હે પ્રભાસજી ! અનુમાન પ્રમાણથી સિદ્ધપરમાત્માને અનંત સુખ છે આ વાત સિદ્ધ થાય છે. પ્રભાસ - હે ભગવાન ! કયા અનુમાનથી તે સિદ્ધ થાય છે ? ભગવાન - “સિદ્ધી પ્રશ્નઈ સુઉં, જ્ઞાનત્વે સત્યની વાથત્વી, તથાવમુનિવ” સિદ્ધપરમાત્માને ઉત્કૃષ્ટ સુખ છે. અનંતજ્ઞાન હોતે છતે સર્વથા પીડારહિત છે માટે. તેવા પ્રકારના જ્ઞાની મુનિની જેમ. આવા પ્રકારના અનુમાનપ્રમાણથી સિદ્ધપરમાત્માને અનંતસુખની સિદ્ધિ થાય છે. આ વાત પૂર્વે ગાથા નંબર ૧૯૯૨ ના પૂર્વાર્ધમાં છે પ્રભાસજી ! કહી જ છે.

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650