________________
નવમા ગણધર - અચલભ્રાતા
૫૧૫
ગાથાર્થ - બાહ્ય એવા અનિષ્ટાહારાદિ સાધનનો પ્રકર્ષ એ (દુઃખમાં) કારણ હોવાથી એમ ન માનીએ
દુઃખની બહુલતા એ પુણ્યના અપકર્ષથી જન્ય નથી. અન્યથા (એટલે તો) વિપરીત એવા અનિષ્ટાહારાદિ બાહ્ય સાધનોના બલના પ્રકર્ષની તે દુઃખબહુલતા અપેક્ષા ન રાખત. ૧૯૩૨॥
ગણધરવાદ
વિવેચન - મૂલગાથામાં લખેલો ‘“તથા” શબ્દ બીજી યુક્તિ જણાવવા માટે છે. આ સંસારમાં સર્વે પણ પ્રાણીઓને જે દુઃખની બહુલતા પ્રાપ્ત થાય છે તે કેવલ એકલા પુણ્યના અપકર્ષમાત્રથી જન્ય હોઈ શકતી નથી. કારણ કે દુઃખની બહુલતામાં બાહ્ય જે જે અનિષ્ટ આહાર-પાણી, અનિષ્ટ ઔષધ, અનિષ્ટક્ષેત્ર ઈત્યાદિ (પાપોદયજન્ય) કારણોનો જે પ્રકર્ષ છે તે જ તેમાં કારણ બને છે, આમ જો ન માનીએ અને વિપરીત માનીએ, એટલે કે દુઃખપ્રકર્ષમાં પાપ કારણ નથી પણ પુણ્યનો અપકર્ષ કારણ છે. આમ જો માનીએ તો એટલે કે જો દુઃખની બહુલતા પુણ્યના અપકર્ષમાત્રથી જ જન્ય છે. આમ માનીએ તો પુણ્યોદયથી પ્રાપ્ત થતા ઈષ્ટ એવા આહાર-પાણી-ઔષધ અને ક્ષેત્રાદિથી જ તે દુઃખ પ્રકર્ષ થવો જોઈએ. પરંતુ તેનાથી (પુણ્યોદયથી) વિપરીત એવા પાપોદયથી પ્રાપ્ત થતા એવા અનિષ્ટ આહાર-પાણી-ઔષધાદિ બાહ્ય સાધનોના પ્રકર્ષની એટલે બાહ્ય સાધનોના સામર્થ્યની અપેક્ષા તે દુઃખબહુલતાએ રાખવી જોઈએ નહીં.
ભાવાર્થ એવો છે કે - દુઃખની બહુલતા જો પુણ્યના અપકર્ષથી જન્ય હોત તો પુણ્યોદયથી પ્રાપ્ત થતાં એવાં ઈષ્ટ આહારાદિ જે સાધનો છે તેના અપકર્ષથી આ દુઃખબહુલતા થવી જોઈએ. પરંતુ સંસારમાં આમ થતું નથી. અનિષ્ટ આહારાદિથી ઝાડા
ઉલટી આદિ પેટની પીડા જેવી થાય છે તેવી પેટની પીડા ઈષ્ટ એવા આહારાદિ ઓછાં લેવાથી થતી નથી. વિષપાનથી જેવું મૃત્યુ થાય છે તેવું મૃત્યુ અમૃત અલ્પ પીવાથી થતું નથી. માટે તે દુઃખની બહુલતા ઈષ્ટ આહારાદિની અલ્પતાથી થતી નથી. પરંતુ ઈષ્ટ આહારાદિથી વિપરીત એવાં જે અનિષ્ટ આહારાદિ બાહ્ય સાધનો છે તેના જ સામર્થ્યથી થાય છે. એટલે કે દુઃખની બહુલતા અનિષ્ટ એવાં આહાર-પાણી અને ઔષધાદિની અપેક્ષા રાખે છે પણ તે દુઃખની બહુલતા પુણ્યોદયજન્ય ઈષ્ટ આહારાદિની અલ્પતાની અપેક્ષા રાખતી નથી. માટે દુ:ખબહુલતાનું કારણ પુણ્યનો અપકર્ષ નથી પણ પાપનો પ્રકર્ષ જ કારણ છે. આ રીતે સુખનું કારણ પુણ્ય અને દુઃખનું કારણ પાપ એમ બન્ને કર્મો સ્વતંત્ર અને ભિન્ન ભિન્ન છે. ૧૯૩૨॥
देहो नावचयकओ, पुण्णुक्करिसे व मुत्तिमत्ताओ ।
होज्ज व स हीणतरओ, कहमसुभयरो महल्लो य ? ॥१९३३॥