Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 618
________________ અગિયારમા ગણધર - પ્રભાસ તેથી હમણાં જ ૧૯૯૪ મી ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું હતું કે “ન હિ ખાંતરામાં ગુત્તે નમસોલ્વ નીવત્ત' જેમ આકાશ જડભાવમાંથી ચેતનભાવને પામવારૂપ જાત્યન્તર પામતું નથી. તેમ આ જીવમાં પણ ચૈતન્યપણાને બદલે ચૈતન્યરહિતતાને (જડપણાને) પામવા સ્વરૂપ જાત્યન્તર ક્યારેય પણ ક્યાંય પણ થતું નથી. ૧૯૯૭॥ ગણધરવાદ આ આત્મા “જ્ઞાનસ્વરૂપવાળો” છે એમ કેવી રીતે જાણવું ? આવા પ્રકારનો તમને પ્રશ્ન થાય તો તેનો ઉત્તર આ પ્રમાણે છે - किह सो नाणसरूवो, नणु पच्चक्खाणुभूइओ नियए । परदेहम्मि वि गज्झो, स पवित्ति - निवित्तिलिंगाओ ॥१९९८ ॥ ૫૯૩ (कथं स ज्ञानस्वरूपो ननु प्रत्यक्षानुभूतितो निजके । પવેહેપિ ગ્રાહ્યઃ, સ પ્રવૃત્તિ-નિવૃત્તિત્તિક઼ાત્ ॥) ગાથાર્થ - તે જીવ જ્ઞાનસ્વરૂપ છે આમ કેવી રીતે જાણવું ? તો પ્રત્યક્ષ અનુભવથી જ પોતાના આત્મામાં આ જ્ઞાનસ્વરૂપતા જણાય છે. તથા પરના આત્મામાં હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ કરવા રૂપ લિંગથી તે જ્ઞાનસ્વરૂપતા જણાય છે. ૧૯૯૮ વિવેચન - આ જીવ જ્ઞાનસ્વરૂપ છે એવું ઉપર કહેવામાં આવ્યું છે. તેથી જેમ પરમાણુ આદિ પુદ્ગલદ્રવ્ય મૂર્તભાવના સ્વરૂપવાળો છે. તેથી તે સ્વરૂપને છોડીને પરમાણુ આદિ દ્રવ્ય ક્યારેય પણ સંભવતાં નથી. તેમ જ્ઞાન એ જીવનું સ્વરૂપ હોવાથી જ્ઞાન વિનાનો જીવ હોતો નથી. આવું જે ઉપરની ૧૯૯૭મી ગાથામાં કહેવામાં આવ્યું છે. ત્યાં શંકા થાય છે કે “આ જીવ જ્ઞાનના સ્વરૂપવાળો છે” આ વાત કેવી રીતે સમજવી ? એવો નિર્ણય કેવી રીતે કરાય કે “જીવ જ્ઞાનાત્મક જ છે ?” તેનો ઉત્તર એ છે કે “પોતાના શરીરમાં રહેલો પોતાનો આત્મા “જ્ઞાનસ્વરૂપ” છે આ વાત તો પ્રત્યક્ષ અનુભવથી જ જણાય છે. આપણા શરીરમાં કોઈ સોય લગાડે, ચપ્પુ મારે, અગ્નિનો સ્પર્શ કરાવે તો દુઃખનો અનુભવ સ્વયં થાય જ છે. તેવી જ રીતે કોઈ માલીશ કરે, અનુકૂળ પદાર્થનું વિલેપન કરે તો સુખનો અનુભવ પણ પ્રત્યક્ષ થાય જ છે. તથા પ્રશંસા અને નિંદા સાંભળતાં હર્ષ અને પીડા પ્રત્યક્ષ અનુભવાય જ છે. તથા ઈન્દ્રિયોનો વ્યવહાર વિરામ પામે તો પણ તે ઈન્દ્રિયો દ્વારા જોયેલો અર્થ સ્મરણમાં આવે જ છે. તથા ઈન્દ્રિયોનો વ્યાપાર હોય પણ અન્ય-મનસ્કતા હોય ત્યારે તે તે વિષયનો બોધ થતો નથી. આ બધા ભાવો પ્રત્યક્ષ અનુભવાય જ છે અને “જીવ જ્ઞાનાત્મક છે” તેની નિશાની રૂપ છે.

Loading...

Page Navigation
1 ... 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650