Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 621
________________ ૫૯૬ અગિયારમાં ગણધર - પ્રભાસ ગણધરવાદ કર્મરૂપ “આવરણ” છે. તેનાથી જીવનું પ્રકાશાત્મકપણું માત્ર ઢંકાયેલું છે, અવરાયેલું છે. પણ સર્વથા નાશ નથી પામ્યું. સંસારી અવસ્થામાં છવસ્થ એવો આ જીવ કંઈક જ માત્ર જ્ઞાનપ્રકાશવાળો હોય છે. તેનું આવરણ કંઈક અંશે ક્ષીણ થયું છે અને બહુતર અંશે ક્ષીણ થયું હોતું નથી. આવા પ્રકારના ક્ષીણાક્ષીણ આવરણ વડે ઈન્દ્રિયોરૂપી છિદ્રો દ્વારા કંઈક કંઈક માત્ર જ્ઞાનપ્રકાશ કરે છે. ક્ષયોપશમભાવ હોવાથી અલ્પ-જ્ઞાનપ્રકાશ કરે છે. જેમ છિદ્રોવાળી કટ-કુટટ્યાદિ આવરણો (સાદડી અને દીવાલ રૂપ આવરણો)ની અંદર રહેલો દીપક અલ્પ-પ્રકાશ કરે છે. તેમ આ જીવ પણ જ્ઞાનાવરણીયાદિ આવરણવાળો હોવાથી ક્ષયોપશમભાવ રૂપ છિદ્રો દ્વારા ઈન્દ્રિયોની સહાયથી અલ્પ-પ્રકાશ આપે છે. પરંતુ મુક્ત થયેલો (મોક્ષાવસ્થામાં ગયેલો) જીવ અતિશય ઘણું ઘણું જાણે છે. અર્થાત્ આ સંસારમાં ત્રણે કાળમાં જે કંઈ છે તે સર્વને આ જીવ જાણે છે. કારણ કે સર્વ એવા આવરણરૂપ ઢાંકણ તેનાં ચાલ્યાં ગયાં છે માટે સર્વને જાણે છે. જેમ ઘરની ચારે બાજુની દીવાલો તથા ઉપરનું છાપરું એ બહારની વસ્તુને જોવામાં ઢાંકણરૂપ હતાં. પરંતુ જે પુરુષ ઘરનાં આ બધાં ઢાંકણને દૂર કરીને ઘરબહાર આવે તેને બહારની તમામ વસ્તુ સ્વયં દેખાય જ છે, તેમ અહીં જીવમાં પણ જાણવું. અથવા દીપક ઉપરનાં કટ-કુઢ્યાદિ (ઝુંપડાની દીવાલ તથા તેના ઉપરની સાદડી રૂ૫) આવરણો દૂર કરાયાં હોય તો તે જ દીપક સ્વયં સર્વત્ર પ્રકાશે છે. તેમ મુક્તિગત આ જીવ આવરણરહિત થયો છતો સ્વયં પરિપૂર્ણપણે પ્રકાશે છે. જે પ્રકાશક-પદાર્થ છિદ્રવાળા આવરણોથી અંતરિત થયો છતો અલ્પ અલ્પ પ્રકાશ આપે છે તે જ પ્રકાશક પદાર્થ સર્વ પ્રકારનાં આવરણો દૂર થયે છતે અતિશય બહુ જ પ્રકાશ આપે છે. અર્થાત્ સંપૂર્ણ પ્રકાશ આપે છે. પરંતુ તેના પ્રકાશનો અભાવ થતો નથી. એમ મુક્તિગત જીવનાં સર્વ આવરણો વિલય પામેલાં હોવાથી અને પોતે સ્વયં જ્ઞાનમય પ્રકાશાત્મક પદાર્થ હોવાથી સંપૂર્ણપણે પ્રકાશે છે. કેવલ-જ્ઞાનમય હોય છે પણ અજ્ઞાની હોતો નથી. આ પ્રમાણે ગાથા ૧૯૯૨ માં અમે જે પૂર્વે કહેલું કે “મુન્નસ પરં સવળું TITUTIવી નહીં મુળ" મોક્ષમાં ગયેલા જીવને પરમ સુખ હોય છે. કારણ કે ઉત્કૃષ્ટ જ્ઞાનદશા પ્રગટે છે તથા જન્મ-જરા-મૃત્યુ આદિ આ બાધાઓ (પીડાઓ) નથી માટે. આ વાત બરાબર યુક્તિ-યુક્તપણે સિદ્ધ થાય છે. ll૨૦૦૦-૨૦૦૧)

Loading...

Page Navigation
1 ... 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650