Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 624
________________ પ૯૯ ગણધરવાદ અગિયારમા ગણધર - પ્રભાસ નિશ્ચયથી દુઃખ જ છે. કારણ કે કર્મોના ઉદયથી પ્રાપ્ત થનારું છે માટે પરાધીન છે. નરકાદિ પાપફળ જેમ કર્માધીન હોવાથી દુઃખરૂપ છે તેમ ચક્રવર્તિત્વ-વાસુદેવત્વ કે રાજ્યપ્રાપ્તિ જેવાં સાંસારિક સુખો પણ કર્મોદયથી આવે છે, એટલે કે પરને આધીન છે. પુદ્ગલને આધીન છે. પરિમિત કાલવાળાં છે. આત્માનું પોતાનું સ્વરૂપ નથી માટે દુઃખમય જ છે. પ્રશ્ન - જેમ આપશ્રી પુણ્યફળને કર્મોદયજન્ય હોવાથી દુઃખ કહો છો તેવી જ રીતે પાપફળમાં પણ આ ન્યાય તો સમાન જ લાગે. એટલે કે આમ પણ કહી શકાય કે ઉપરોક્ત પાપનું ફળ જે દુઃખરૂપે મનાયું છે તે પણ સુખરૂપ જ છે. કર્મોદયજન્ય હોવાથી પુણ્યફળની જેમ. અર્થાત્ આપશ્રી જેમ આવું સમજાવો છો કે પુષ્યમિત્તે ટુવમેવ વવયેન ત્િ પાવત્' તેવી જ રીતે આનાથી ઉલટું પણ અનુમાન થઈ શકે છે કે - “પાપ« મુવમેવ વવયનન્યત્વીત્ પુષ7વતું.” વળી આમ કહેવામાં પ્રત્યક્ષવિરોધ પણ આવે. કારણ કે સ્વયં અનુભવસિદ્ધ જે રીતે સુખ-દુઃખ અનુભવાય છે તેનાથી વિપરીતપણે તમે સમજાવો છે. એટલે કે સંસારમાં સર્વે જીવોને પુણ્યનું ફળ સુખરૂપે જ વેદાય છે અને પાપનું ફળ દુઃખરૂપે જ વેદાય છે. તેને બદલે પુણ્યના ફળને દુઃખ જ છે આમ કહેવું તે પ્રત્યક્ષથી સર્વથા વિરુદ્ધ છે. પુણ્યના ફળનો કોઈ જીવો દુઃખરૂપે અનુભવ કરતા નથી. માટે હે ભગવાન્ ! તમારી આ વાત પ્રત્યક્ષથી વિરુદ્ધ પણ છે. l/૨૦૦૪ ભગવાન શ્રી મહાવીર પ્રભુ ઉત્તર આપે છે કે - जत्तोच्चिय पच्चक्खं, सोम्म ! सुहं नत्थि दुक्खमेवेदं । तप्पडियारविभत्तं, तो पुण्णफलं ति दुक्खंति ॥२००५॥ (यत एव प्रत्यक्षं, सौम्य ! सुखं नास्ति दुःखमेवेदम् । તપ્રતિક્ષારવિમવક્ત, તત: પુણમિતિ ટુડ્ડમતિ ) ગાથાર્થ - હે સૌમ્ય ! જે કારણથી તે પ્રત્યક્ષરૂપે સુખ નથી જ, દુ:ખ રૂપ જ છે. તેથી પુણ્યનું ફળ એ અરતિરૂપ દુઃખના પ્રતિકાર માત્રરૂપ છે. તેથી પરમાર્થે તે દુઃખ જ છે. ૨૦૦પ/ વિવેચન - હે સૌમ્યપ્રકૃતિવાળા પ્રભાસ ! જે કારણથી સાક્ષાત્ અનુભવાતા દુઃખમાં સાચી બુદ્ધિવાળા કોઈને પણ પ્રત્યક્ષપણે સુખ લાગતું નથી. શરીરમાં આગ લાગી હોય ત્યારે કોને સુખનો અનુભવ થાય ? ભૂખની પીડા હોય, ચણ્યું કે છરીના ઘા વાગ્યા હોય,

Loading...

Page Navigation
1 ... 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650