Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 623
________________ ૫૯૮ અગિયારમા ગણધર - પ્રભાસ ગણધરવાદ અભાવ હોવાથી તેના કાર્યરૂપ સુખ અને દુઃખનો પણ અભાવ જ પ્રાપ્ત થાય છે. મુવત્તાત્મા નિઃસુવઃg:, વIRUITમાવા, બાવાવ અથવા મોક્ષમાં ગયેલા જીવને સુખ અને દુઃખ સંભવતાં નથી. કારણ કે સુખ અને દુઃખના ઉપભોગનાં કારણો શરીર અને ઈન્દ્રિયો છે. તે મોક્ષના જીવને નથી. શરીર અને ઈન્દ્રિયોના અભાવે આ મુક્તાત્માને સુખ-દુઃખનો અભાવ જ છે. “અસૌ મુતાત્મા નિ:સુ9:, ટ્રેનિયમાવત્ નમોવ'' આ રીતે મુક્ત આત્માને સુખ પણ સંભવતું નથી અને દુઃખ પણ સંભવતું નથી. તેમાં દુઃખનો અભાવ તો હે પ્રભુ ! આપને પણ માન્ય છે માટે તે વિષયનો મારો પ્રશ્ન નથી. પરંતુ મોક્ષના જીવને આ રીતે સુખનો પણ અભાવ છે. આ મારો પ્રશ્ન છે. તેથી સિદ્ધ પરમાત્માને પુણ્ય-પાપ ન હોવાથી તથા દેહ અને ઈન્દ્રિયો ન હોવાથી સુખ સંભવતું નથી તો પછી ત્યાં અનંતસુખ છે. આ વાતની શ્રદ્ધા કેમ થાય? /૨૦૦૨-૨૦૦૩ હવે ભગવાન તેનો ઉત્તર આપે છે - पुण्णफलं दुक्खं चिय, कम्मोदयओ फलं व पावस्स । नणु पावफले वि समं पच्चक्खविरोहिआ चेव ॥२००४॥ (पुण्यफलं दुक्खमेव कर्मोदयतः फलमिव पापस्य । ननु पापफलेऽपि समं प्रत्यक्षविरोधिता चैव ॥) ગાથાર્થ - પાપના ફળની જેમ પુણ્યકર્મનું ફળ પણ કર્મોદયજન્ય હોવાથી દુઃખ જ છે. પ્રશ્ન - પાપના ફળમાં પણ આમ કહેવું શક્ય છે અને પ્રત્યક્ષ વિરોધિતા પણ થાય છે. ર૦૦૪ વિવેચન - મોક્ષે જતા જીવને જેમ પાપકર્મનો ક્ષય થાય છે તેમ પુણ્યકર્મનો પણ ક્ષય જ થાય છે. માટે પાપકર્મના ઉદયજન્ય દુઃખ જેમ હોતું નથી તેમ પુણ્યકર્મ પણ ક્ષય થયેલ હોવાથી તેના ઉદયજન્ય સુખ પણ હોવું જોઈએ નહીં. માટે સિદ્ધભગવાનને “સુખાભાવ” છે આવો જે પ્રશ્ન ઉપરની ૨૦૦૨-૨૦૦૩ ગાથામાં કરવામાં આવ્યો છે તેનો ઉત્તર આપતાં ભગવાન શ્રી મહાવીર સ્વામી પ્રભુ કહે છે કે - જેમ પાપકર્મના ઉદયથી પ્રાપ્ત થનારું દુઃખ એ દુઃખ છે તેવી જ રીતે પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થનારું પાંચ ઈન્દ્રિયોના વિષયભોગરૂપ જે સાંસારિક સુખ છે તે પણ પરમાર્થથી દુઃખ જ છે. ચક્રવર્તીપણાની પદવીની પ્રાપ્તિ જેવું સાંસારિક પુણ્યફળ એ પણ

Loading...

Page Navigation
1 ... 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650