Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 597
________________ ૫૭૨ અગિયારમા ગણધર - પ્રભાસ ગણધરવાદ मोक्षः, कालान्तरविनाशी, कृतकादित्वात्, घटपटवत् ઉત્તર - ઉપરોક્ત પ્રશ્ન બરાબર નથી. કારણ કે આ હેતુ સાધ્યાભાવવર્તી હોવાથી અનૈકાન્તિક હેત્વાભાસ થાય છે. આ સંસારમાં “પ્રäસાભાવ” નામની એવી વસ્તુ છે કે જે કૃતક છે, ઉત્પત્તિધર્મવાળી છે, સાદિ છે. પરંતુ કાલાન્તર વિનાશી નથી. પ્રધ્વસાભાવ સાદિ અનંત હોવાથી કૃતક છે પણ નિત્ય છે, અનંતકાલ રહેનાર છે. તેથી જે જે કૃતકાદિધર્મવાળી વસ્તુ હોય તે તે કાલાન્તરવિનાશી હોય જ એવો નિયમ નથી. માટે હેતુ વ્યભિચારી હોવાથી અનુમાન તમારું ખોટું છે. માટે મોક્ષ નિત્ય છે. ll૧૯૮૨ા ઉપરની બાબતમાં જ પ્રશ્ન અને ઉત્તર કહે છે - अणुदाहरणमभावो खरसिंगं पिव मई न तं जम्हा । कुंभविणासविसिट्ठो भावोच्चिय पोग्गलमओ सो ॥१९८३॥ (अनुदाहरणमभावः खरशृङ्गमिव मतिर्न तद् यस्मात् । મવિનાશવિશિષ્ટ, ભાવ વ પુતિમય: સ: I) ગાથાર્થ - ખરઝંગની જેમ અભાવ એ ઉદાહરણ માટે ઉચિત નથી. આવી બુદ્ધિ જો તમારી થાય તો તે ઉચિત નથી. કારણ કે પ્રäસાભાવ એ કુંભના વિનાશથી વિશિષ્ટ એવો તે ભાવાત્મક જ છે અને તે પુગલાત્મક છે. /૧૯૮૩ વિવેચન - અહીં પ્રશ્ન થાય કે જે જે વસ્તુ કૃતક-ઉત્પત્તિવાળી-સાદિ ધર્મવાળી હોય છે તે તે વસ્તુ અવશ્ય કાલાન્તરે વિનાશી જ હોય છે. આ વ્યાપ્તિમાં કોઈ દોષ આવતો નથી. “પ્રāસાભાવ”માં જે વ્યભિચાર બતાવવામાં આવ્યો છે તે ઉચિત નથી. કારણ કે “પ્રäસાભાવ” એ તો અભાવાત્મક વસ્તુ છે અને અભાવાત્મક વસ્તુ તો ખરઝંગ જેવી અસત્ વસ્તુ અર્થાત્ શૂન્યતા સ્વરૂપ છે. માટે તેનું ઉદાહરણ આપી ન શકાય. અભાવ એ ઉદાહરણ માટે અનુચિત છે અને ભાવાત્મક વસ્તુઓમાં ક્યાંય વ્યભિચાર દોષ આવતો નથી. ઉત્તર - ઉપરોક્ત પ્રશ્ન બરાબર નથી. કારણ કે આ પ્રāસાભાવ એ ખરશૃંગની જેમ શૂન્યાત્મક અભાવસ્વરૂપ નથી, પરંતુ ભાવાત્મક વસ્તુ છે. કુંભનો ભલે નાશ થાય છે પરંતુ ઠીકરાંરૂપે (પાલાત્મકભાવે) વસ્તુ વિદ્યમાન છે. સર્વથા શૂન્યાત્મક અભાવ થતો નથી. માટે આ કુંભનો નાશ થવા છતાં પુદ્ગલદ્રવ્યપણે તે વસ્તુ વર્તે છે. વિદ્યમાન છે તેવી જ રીતે કર્મરહિત થયેલા જીવનો સંસાર (કર્મજન્ય ભાવો) જ નાશ પામે છે. પણ

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650