________________
ગણધરવાદ
અગિયારમાં ગણધર - પ્રભાસ
૫૭૩
જીવદ્રવ્ય વિદ્યમાન જ રહે છે. માટે જીવદ્રવ્યને નિત્ય માનવાની બાબતમાં કોઈ દોષ આવતો નથી. ll૧૯૮all
અમે ઉપરની ચર્ચામાં જે ઉત્તર આપ્યો છે તે “મુક્તિ” એટલે કે મોક્ષ “સાદિ” છે, કૃતક છે. જીવ જ્યારે મોક્ષે જાય છે ત્યારે મોક્ષની શરૂઆત થાય છે. એમ કૃત્રિમ સમજીને ઉપરનો જવાબ આપેલ છે. હવે બીજી દૃષ્ટિએ વિચારીએ તો તે મોક્ષનું કૃતકપણું જ નથી અર્થાત્ (સાદિપણું જ) નથી. આ વાત ઉદાહરણ સાથે સમજાવવામાં આવે છે -
किं वेगंतेण कयं पोग्गलमत्तविलयम्मि जीवस्स । किं निव्वत्तियमहियं, नभसो घडमेत्तविलयम्मि ॥१९८४॥ (किं वैकान्तेन कृतं पुद्गलमात्रविलये जीवस्य । किं निर्वर्तितमधिकं नभसो घटमात्रविलये ॥)
ગાથાર્થ - વિક્ષિત આકાશમાંથી ઘટમાત્રને દૂર કરાયે છતે આકાશમાં શું અધિક કરાયું ? અર્થાત્ કંઈ જ કરાયું નથી. તેવી જ રીતે કર્મયુગલો માત્ર દૂર કરાયે છતે જીવમાં વળી શું અધિક કરાયું ? કંઈ જ કરાયું નથી. તેથી મુક્તાવસ્થા કૃતક જ નથી. સાદિ નથી કે જેથી વિનાશી (અંતવાળી) માનવાની આપત્તિ આવે. /૧૯૮૪ll
| વિવેચન - આ બન્ને ગાથાઓ ૧૯૮૩ અને ૧૯૮૪ નો ભાવાર્થ ગાથા નંબર ૧૮૩૮ અને ૧૮૩૯ ની જેમ સમજવો. છટ્ટા ગણધર શ્રી મંડિકજીના મનમાં કર્મનો બંધ અને કર્મોથી મુક્તિ (છટકારા)નો સંશય હતો. તેઓ સાથેની ચર્ચા લગભગ અહીં મળતી આવે છે. માટે વધારે વિવેચનવાળો અર્થ ત્યાંથી જ જાણી લેવો.
જીવે પોતાના કર્મોનો ક્ષય કર્યો એટલે જીવ મુક્તિ પામ્યો. તેથી જ્યારે જીવ મુક્તિ પામ્યો ત્યારે તેની આદિ થઈ, કૃતકત્વ થયું. જીવનો મોક્ષ કરાયો. એટલે શંકા થઈ હતી કે જે જે સાદિ હોય તે તે સાન્ત હોય, જેમકે ઘટ-પટ. આ રીતે મુક્તાવસ્થાને સાન્ત માનતાં ફરીથી સંસારાપત્તિ થાય. તેથી જે જે સાદિ હોય તે તે સાન્ત હોય એવો નિયમ નથી. જેમકે “પ્રધ્વસાભાવ” સાદિ છે પણ સાન્ત નથી, અનંત છે. તેની જેમ મુક્તિ ભલે સાદિ છે, કૃતક છે પણ સાન્ત નથી, અનંત છે. આવો ઉત્તર ૧૯૮૨મી ગાથામાં આપ્યો હતો. પરમાત્મા મહાવીર પ્રભુ આ જ ઉત્તર હવે બીજી રીતે પણ પ્રભાસજીને સમજાવે છે કે -
આકાશમાં ધારો કે કોઈ વિવક્ષિત ઘટ પડેલો છે “આકાશ અને ઘટનો સંયોગ