________________
૫૭૪ અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ છે” ત્યાંથી પ્રયોજનવશથી ઘટ લઈ લીધો. એટલે આકાશ અને ઘટના સંયોગનો નાશ થયો. પરંતુ તેથી આકાશમાં શું વધારો-ઘટાડો કરાયો ? કંઈ જ નહીં. તે આકાશ તો જેવું પહેલાં હતું તેવું જ ઘટ લીધા પછી પણ રહે છે. આકાશમાં કંઈ કરાતું નથી. તેની જેમ “આત્મા અને કર્મપુગલોનો અનાદિકાલથી સંયોગ હતો તે કર્મપુદ્ગલો આત્માથી છુટાં પડી ગયાં. અર્થાત્ કર્મપુલોનો વિયોગ થઈ ગયો. તેનાથી આત્મામાં શું વધારો કે ઘટાડો કરાયો? કે જેથી મુક્તિને કૃતક અથવા આદિવાળી માનવી જોઈએ ? ઘટ લઈ લેવાથી આકાશમાં જેમ કંઈ કરાતું નથી તેમ કર્મોનો વિલય થવાથી આત્મામાં કંઈ કરાતું નથી. માટે મુક્તિ કૃતક જ નથી, સાદિ જ નથી કે જેથી તેનો કાલાન્તરે વિનાશ થશે આવો સવાલ આવે. માટે આત્માની સાથે કર્મનો સંયોગ ચાલુ રહે તે સંસાર, અને આત્માથી કર્મોનો વિયોગ થાય તે મુક્તિ છે. આ બન્ને અવસ્થામાં આત્મા તો તેનો તે જ રહે છે. તેમાં કંઈ નવાજુની કરાતી નથી. માટે મુક્તિ કૃતક કે સાદિ નથી. તેથી સાત્ત પણ નથી, અનંત છે, અવિનાશી છે, નિત્ય છે. (વિશેષ ચર્ચા ગાથા ૧૮૩૯ માંથી જાણવી.) /૧૯૮૪ો.
વળી બીજા અનુમાનથી પણ મુક્તિની નિત્યતા જણાવે છે - दव्वामुत्तत्तणओ, मुत्तो निच्चो नभंव दव्वतया । नणु विभुयाइ पसंगो एवं सइ, नाणुमाणाओ ॥१९८५॥ (द्रव्यामूर्तत्वतो मुक्तो नित्यो नभ इव द्रव्यतया । ननु विभुतादिप्रसङ्ग एवं सति, नानुमानात् ॥)
ગાથાર્થ - મુક્તિગત આત્મા દ્રવ્ય હોતે છતે અમૂર્ત હોવાથી આકાશની જેમ નિત્ય છે. - દ્રવ્ય હોવાથી, આકાશની જેમ વિભુત્વાદિ (સર્વવ્યાપી આદિ) માનવાનો પ્રસંગ આવશે એમ ન કહેવું. તેની સામે બાધક એવું અનુમાન હોવાથી. ૧૯૮૫ll
વિવેચન - “મુક્તિગત આત્મા નિત્ય છે” અર્થાત્ મોક્ષમાં ગયા પછી ત્યાં જીવ અનંતકાલ રહે છે. ત્યાંથી ફરીથી સંસારમાં આવતો નથી. ફરીથી જન્મ-જરા-મૃત્યુ-દુઃખસાંસારિક સુખ-રોગ-શોક પામતો નથી. કારણ કે આત્મા એ દ્રવ્ય પણ છે અને અમૂર્ત પણ છે. માટે આકાશની જેમ. અર્થાત્ જેમ આકાશ દ્રવ્ય હોતે છતે અમૂર્તિ હોવાથી નિત્ય છે. તેમ મુક્તાત્મા પણ દ્રવ્ય હોતે છતે અમૂર્ત હોવાથી નિત્ય છે.
પ્રશ્ન - આ રીતે મુક્તાત્મા આકાશની સાથે જો સાધર્મ્સ ધરાવે છે તો તેની જેમ