Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 615
________________ પ૯૦ અગિયારમા ગણધર - પ્રભાસ ગણધરવાદ અને તે કૃત્રિમ છે. આ રીતે ઈન્દ્રિયો અને જીવત્વની વ્યાપ્તિ થતી નથી, પરંતુ ઈન્દ્રિયોની અને શરીરની વ્યાપ્તિ થાય છે. કારણ કે તે બન્ને વચ્ચે વ્યાપ્ય-વ્યાપકભાવ ઘટે છે. બન્ને પુદ્ગલદ્રવ્યનાં બનેલાં છે, માટે જ્યાં જ્યાં ઈન્દ્રિયો હોય છે ત્યાં ત્યાં શરીર જરૂર હોય છે. આમ શરીરની સાથે વ્યાપ્તિ થાય છે, પરંતુ જીવત્વની સાથે વ્યાપ્તિ થતી નથી. કારણ કે જીવત્વધર્મ એ પૌગલિક નથી અને અમૂર્તિ છે. તેથી ઈન્દ્રિયો કરતાં તે જીવત્વધર્મ અત્યન્ત વિલક્ષણ ધર્મવાળો છે. આ પ્રમાણે મોક્ષે જતા જીવને ઔદયિકભાવની ઈન્દ્રિયો ચાલી જવા છતાં પણ પરિણામિકભાવે રહેલું જીવત્વ ચાલ્યું જતું નથી. તેથી જ્ઞાન સ્વભાવ પણ ચાલ્યો જતો નથી. ll૧૯૯૪ો. અહીં કોઈક પ્રશ્ન કરે છે કે - “મુવતાત્મા સમજ્ઞાની, રમાવાન્ ગાવાશવત્'' મોક્ષમાં ગયેલો આત્મા અજ્ઞાની છે. ઈન્દ્રિયોનો અભાવ હોવાથી, આકાશની જેમ. આવા પ્રકારનું અનુમાન પ્રશ્નકારે ગાથા નં. ૧૯૯૩ ના પૂર્વાર્ધમાં જે કરેલું, ત્યારે પરમાત્માએ એમ કહેલું કે ધર્મી એવા મુક્તજીવનું જ સ્વરૂપ છે તેનાથી વિરુદ્ધ સ્વરૂપને સાધનારું આ અનુમાન છે, માટે વિરુદ્ધહેત્વાભાસ કહેવાય છે. આમ પ્રશ્રકારના હેતુને વિરુદ્ધ તરીકે ઉદ્ભાવિત કરેલો. પરંતુ તે દોષ દૂર કરીને વિરુદ્ધહેત્વાભાસતા દૂર કરાઈ ન હતી. તેથી આ વિષયમાં કંઈક ઉત્તર તો કહેવો જ જોઈએ. માટે આ વિષયમાં પરમાત્માશ્રી ઉત્તર मुत्ताइभावओ नोवलद्धिमंतिंदियाइं कुंभोव्व । उवलंभद्दाराणि उ ताइं जीवो तदुवलद्धा ॥१९९५॥ तदुवरमे वि सरणओ, तव्वावारे वि नोवलंभाओ । इंदियभिन्नो आया, पंचगवक्खोवलद्धा वा ॥१९९६॥ (मूर्तादिभावतो नोपलब्धिमन्तीन्द्रियाणि कुम्भ इव । उपलम्भद्वाराणि तु तानि जीवस्तदुपलब्धा ॥ तदुपरमेऽपि स्मरणतस्तद्व्यापारेऽपि नोपलम्भात् । इन्द्रियभिन्न आत्मा, पञ्चगवाक्षोपलब्धेव ॥) ગાથાર્થ - પાંચે ઈન્દ્રિયો મૂર્યાદિ ભાવવાળી હોવાથી ઘટ-પટની જેમ ચૈતન્ય ગુણવાળી નથી, તે ઈન્દ્રિયો જ્ઞાન કરવાના કારભૂત (સાધનભૂત) છે. તેના દ્વારા જાણનારો તો આત્મા છે. તે ઈન્દ્રિયોનો ઉપરમ થવા છતાં વિષયનું સ્મરણ થતું હોવાથી, તથા તે

Loading...

Page Navigation
1 ... 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650