________________
૫૮૮
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
થતું નથી. જેમ આકાશ કોઈપણ કાલે પોતાના સ્વભાવભૂત એવા અજીવત્વથી જાત્યન્તર એવા જીવત્વમાં જતું નથી. તેમ જીવદ્રવ્ય ક્યારેય પણ પોતાના સ્વભાવભૂત એવા દ્રવ્યત્વથી વિપરીત એવા અદ્રવ્યત્વમાં અને અમૂર્તત્વથી વિપરીત એવા મૂર્તત્વમાં જતું નથી.
આ દ્રવ્યત્વ અને અમૂર્તત્વ એ જેમ જીવના સ્વભાવભૂત છે તે ક્યારેય બદલાતું નથી તેની જેમ જીવમાં રહેલું જીવત્વ પણ જીવના સ્વભાવભત જાતિ છે. તેથી જીવના સ્વભાવભૂત એવી જે જાતિ જીવત્વ, તેનાથી અત્યન્ત વિપરીત જે અજીવત જાતિ. આવી જાત્યન્તર દશાને આ જીવ ક્યારેય પામતો નથી. તેથી સંસારી અવસ્થાની જેમ મુક્તાવસ્થામાં પણ જીવમાં જીવત્વ સ્વભાવભૂત હોવાથી રહે જ છે. અજીવત્વને (જાત્યન્તરતાને) પામતો નથી. જેમ અજીવપણે રહેલું આકાશદ્રવ્ય ક્યારેય પણ વિપરીત જાતિ એવી જે જીવત્વ જાતિ છે તેને પામતું નથી. તેવી જ રીતે મુક્તાત્મા પણ જીવત્વથી વિપરીત એવી અજીત્વ જાતિને ક્યારેય પામતા નથી.
આ પ્રમાણે મુક્તિગત આત્મા દ્રવ્યત્વને બદલે અદ્રવ્યપણાને નથી પામતા, તથા અમૂર્તત્વને બદલે મૂર્તતાને નથી પામતા, કારણ કે દ્રવ્યત્વ અને અમૂર્તત્વ એ પોતાના સ્વભાવભૂત જાતિ છે, પોતાનું સ્વરૂપ છે. અદ્રવ્યત્વ અને મૂર્તિત્વ એ વિપક્ષનો સ્વભાવ છે, પોતાનો સ્વભાવ નથી. એ જ પ્રમાણે જીવત્વ એ જીવના સ્વભાવભૂત જાતિ હોવાથી આ આત્મા ક્યારેય પણ (સંસારી અવસ્થા હોય કે મુક્તાવસ્થા હોય પણ ક્યારેય) અજીવપણાને પામતો નથી. જો દ્રવ્યો પોતાના સ્વભાવભૂત એવી જાતિને છોડી દે છે એમ માનીએ તો આકાશ અને પરમાણુ આદિ પુદ્ગલદ્રવ્યો પણ પોતાના સ્વભાવભૂત અજીવત્વ જાતિને ત્યજીને તેનાથી વિપરીત એવી જીવત્વ જાતિ પામે આવી આપત્તિ આવવાથી અતિવ્યાપ્તિ દોષ આવવાનો પ્રસંગ આવે.
સર્વે પણ પદાર્થો પોતાના મૂળભૂત સ્વભાવને છોડતા નથી. કારણ કે તે તે મૂળભૂત સ્વભાવ કર્મોદયજન્ય નથી પણ પરિણામિક ભાવવાળો છે. જેમ જીવમાં રહેલી ભવ્યતા અને અભવ્યતા બદલાતી નથી તેમ અહીં જાણવું.
પ્રશ્ન - જો જીવ પોતાની સ્વભાવભૂત જાતિથી જાત્યન્તર પામતો નથી. એટલે કે અજીવ થતો નથી. તો તમારા વડે જ મારા પ્રશ્નની સામે પૂર્વે આમ કેમ કહેવાયું કે - મુવતાત્મા નીવ: રVTમાવત્ શિવત્' તમારું આ કથન તમે કેવી રીતે ઘટાવશો?
ઉત્તર - પર એવા શિષ્યની બુદ્ધિની પરીક્ષા કરવા માટે જ અમારા વડે કહેવાયું છે. અમારા વડે તો તે કહેવા દ્વારા પરને “પ્રસંગોપાદન” નામનો દોષ અપાયો છે. એટલે