Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 602
________________ ગણધરવાદ અગિયારમા ગણધર - પ્રભાસ ૫૭૭ को वा निच्चग्गाहो, सव्वं चिय वि भव-भङ्ग-ठिइमइयं । पज्जायंतरमेत्तप्पणादनिच्चाइववएसो ॥१९८६॥ (को वा नित्यग्रहः, सर्वमेवापि भवभङ्गस्थितिमयम् । પથાર્થાન્તરમાત્રાર્ષનિત્યાદ્દિવ્યપર્વેશ: ). ગાથાર્થ - અથવા “મુક્તિ નિત્ય છે” આવો અમારે આગ્રહ રાખવાની શી જરૂર ? કારણ કે સર્વે પણ વસ્તુઓ ઉત્પત્તિ, નાશ અને સ્થિતિ એમ ત્રણ ધર્મવાળી છે. તેથી નવા નવા પર્યાય પામવાની અર્પણા (વિવક્ષા) કરીએ તો મુક્તિ અનિત્યાદિ (અનિત્ય-કૃતકસાન્ત) ભાવવાળી પણ કહેવાય છે. ૧૯૮૬// વિવેચન - જૈનદર્શનકારોને સર્વે પણ વસ્તુઓ ઉત્પત્તિ, નાશ અને ધૃવધર્મવાળી ઈષ્ટ છે. કારણ કે સર્વે પણ પદાર્થો પર્યાયાર્થિકનયથી પ્રતિસમયે પર્યાયરૂપે અવશ્ય પલટાય છે. તેથી ઉત્પાદ અને નાશવાળા પણ છે. તથા દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યરૂપે સદાકાલ ધૃવત્વધર્મવાળા પણ છે. તેથી મોક્ષ પણ નિત્યાનિત્ય એમ ઉભયાત્મક છે. માટે “મોક્ષ નિત્ય છે” આવો અમારે આગ્રહ રાખવાની શી જરૂર છે? મોક્ષ પણ કથંચિત્ અનિત્ય છે આમ કહીએ તો પણ અમને કંઈ દોષ લાગતો નથી. કારણ કે પર્યાયથી મુક્તિ પણ અવશ્ય અનિત્ય છે. તેથી કોઈ પ્રશ્નકાર અમને મુક્તિ કૃતક હોવાથી અનિત્ય થશે આવો દોષ આપે તો તે દોષ દોષરૂપે રહેતો નથી. કારણ કે અમે મુક્તિને કથંચિત્ અનિત્ય માનીએ જ છીએ. ૧૯૮૨-૧૯૮૩ અને ૧૯૮૪ વગેરે ગાથાઓનો ભાવાર્થ પહેલાં છઠ્ઠા ગણધર ભગવંતના વાદપ્રસંગે ૧૮૩૭ થી ૧૮૪૩ માં સમજાવેલ છે. તેથી અહીં હવે વધારે સમજાવતા નથી. જે કંઈ અહીં ન કહ્યું હોય તે ત્યાંથી (૧૮૩૭ થી ૧૮૪૩ માંથી) સમજી લેવું. ll૧૯૮૬ll હવે ૧૯૭પમી ગાથામાં પ્રભાસજીએ પૂર્વપક્ષરૂપે જે કહેલું કે દીપક જેમ બુઝાય છે ત્યારે શાન્તિને (અભાવને) પામે છે. પણ પૃથ્વીમાં કે સ્વર્ગમાં જતો નથી. તેમ આત્મા નિર્વાણ પામે છે ત્યારે સમાપ્તિને પામે છે. ઉપર-નીચે ક્યાંય જતો નથી. પણ જીવનો અંત આવી જાય છે. આ વિષય ઉપર પ્રત્યુત્તર આપતાં ભગવાન જણાવે છે કે – न य सव्वहा विणासोऽणलस्स परिणामओ पयस्सेव । कुंभस्स कवालाण व तहा विगारोपलंभाओ ॥१९८७॥ (न च सर्वथा विनाशोऽनलस्य परिणामतः पयस इव । कुम्भस्य कपालानामिव तथाविकारोपलम्भात् ॥)

Loading...

Page Navigation
1 ... 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650