Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 605
________________ ૫૮૦ અગિયારમા ગણધર - પ્રભાસ ગણધરવાદ વિવેચન - પુદ્ગલદ્રવ્યોનું પરિણમન (રૂપાન્તર થવાપણું) ચિત્ર-વિચિત્ર છે. એકવાર જે પુદ્ગલોના સ્કંધો ચક્ષુરિન્દ્રિયથી ગ્રાહ્ય હોય છે તે જ રૂપાન્તરને પામ્યા છતા રસનાગ્રાહ્ય બની જાય છે. અથવા ઘાણગ્રાહ્ય પણ બની જાય છે. આવા પ્રકારનો પુદ્ગલોનો પરિણામ છે. જેમકે સુવર્ણ” એટલે સોનું ઘડી-ઘડીને પતરારૂપે કરાયું હોય, અથવા લગડીરૂપે કરાયું હોય, અથવા દાગીના રૂપે કરાયું હોય તો ચક્ષુરિન્દ્રિયના વિષયવાળું બને છે. પરંતુ તે જ સુવર્ણને શુદ્ધ કરવા માટે અગ્નિમાં નખાયું છતું ઢોળાઈ જાય અને રાખમાં મળી જાય ત્યારે ચક્ષુરિન્દ્રિયથી જે ગોચરતા હતી તે ચાલી જાય છે અને સુવર્ણ એ કઠણ વસ્તુ હોવાથી સ્પર્શનેન્દ્રિયથી ગોચરતાને પામે છે. અર્થાત્ હાથમાં રાખ લઈને મસળતા મસળતાં જે કઠણ લાગે તે સુવર્ણ છે એમ જાણી શકાય છે. ફરીથી પ્રયત્નવિશેષ કરવાથી રાખથી સુવર્ણ છુટું પાડવામાં આવે છે ત્યારે પાછું તે જ સુવર્ણ ચક્ષુર્ગોચરતાને પામે છે. લવણ (મીઠું), સુંઠ, હરડે, એરંડો અને ગોળ વગેરે કેટલાક પુદ્ગલસ્કંધો ચક્ષુર્ગોચર હોય છે. પરંતુ તે પદાર્થોને દાળ-શાક વગેરેમાં નાખ્યા છતા રસનેન્દ્રિયગ્રાહ્ય બની જાય છે અથવા બહુ ઔષધોનો સમુદાય કરીને તેમાં નાખ્યા છતા પણ રસનેન્દ્રિય ગ્રાહ્ય બની જાય છે. ઔષધોની સાથે ઉકાળ્યું છતે, ચૂર્ણ કરીને મિશ્રણ કર્યો છતે પરિણામાન્તરને પામ્યા છતા રસનેન્દ્રિયગ્રાહ્ય બની જાય છે. કપૂર અને કસ્તુરી વગેરે કેટલાક પુદ્ગલસ્કંધો ચક્ષુર્ગોચર હોવા છતાં પવન વડે હવામાં કણ-કણ રૂપે બન્યા છતા ધ્રાણેન્દ્રિયગ્રાહ્યતાને પામે છે. નવ યોજનથી વધારે દૂર લઈ જવાયા છતા, તેવા પ્રકારના અતિશય સૂક્ષ્મપરિણામને પામ્યા છતા એક પણ ઈન્દ્રિયની ગ્રાહ્યતાને યોગ્ય રહેતા નથી. આ રીતે અન્ય પણ પુદ્ગલ સ્કંધો પરિણામોત્તર પામ્યા છતા ચિત્ર-વિચિત્ર થાય છે તેમ અહીં દીપકની અગ્નિના પુલસ્કંધો જે જ્યોતસ્વરૂપે છે તે જ પુગલસ્કંધો દીપકની સહાય દૂર થતાં અંધકારરૂપે પરિણામ પામે છે. પશુઓને આહારરૂપે અપાતા ઘાસ-કપાસ આદિના પુદ્ગલસ્કંધો નિરસ હોવા છતાં દૂધરૂપે પરિણામ પામ્યા છતા રસવાળા (પેય) બને છે. મનુષ્યોને આહારરૂપે અપાતા મોદકાદિનાં પુદ્ગલો રૂધિર-માંસ-ચરબી આદિ રૂપે તથા મલ-મૂત્રરૂપે પરિણામ પામતા પ્રત્યક્ષ દેખાય છે. માટે પુદ્ગલોમાં પરિણામ પામવાનો ચિત્ર-વિચિત્ર સ્વભાવ હોવાથી જે પુક્કલસ્કંધો તેજદ્રવ્ય રૂપે છે તે જ પુદ્ગલસ્કંધો તમન્ દ્રવ્યરૂપે પરિણામ પામે છે. ll૧૯૮૯ો. આ જ પુદ્ગલપરિણામની ચિત્ર-વિચિત્રતા પ્રસ્તુત તેજ-તમસમાં જોડતાં જણાવે છે કે

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650