________________
ગણધરવાદ દશમા ગણધર - મેતાર્ય
૫૫૫ નથી ઉત્પન્ન થતી અને નથી નાશ પામતી તેથી તે નિત્ય પણ છે. આ પ્રમાણે સર્વે પણ વસ્તુઓ ઉત્પત્તિ-વિનાશ અને ધ્રુવસ્વભાવવાળી મનાયેલી છે. /૧૯૬૪-૧૯૬૫ll
વિવેચન - ૧ રૂપ, ૨ રસ, ૩ ગંધ, ૪ સ્પર્શ, ૫ સંખ્યા, ૬ સંસ્થાન, ૭ માટીદ્રવ્ય અને ૮ જલાહરણાદિ શક્તિવિશેષ આમ આ લખ્યા પ્રમાણે આઠ ભાવો, પરમાર્થથી તો આવા અનંતાનંત ભાવોથી જે ભરેલો છે તે કુંભ (ઘટ) કહેવાય છે. તેમાં કંઈક સૂક્ષ્મબુદ્ધિથી વિચારીએ તો ભાવો નીચે પ્રમાણે છે.
(૧) જે માટીનો પિંડ (મૃત્યિંડ) છે તે કર્તા છે. કારણ કે તે માટીનો પિંડ જ પિંડ અવસ્થાને છોડીને ઘટાકારને પામનાર છે. માટે તેને જ કર્તા એટલે કે નવા નવા રૂપાન્તરને પામનારો પદાર્થ કહેલ છે.
(૨) માટીના પિંડકાલે જે વૃત્તસંસ્થાન સ્વરૂપ = ગોળ ગોળ નક્કરપણે પરસ્પર ચોંટી જવારૂપ માટીનો પોતાનો જે પિંડાકાર છે તે, તથા તે કાલે માટીના પિંડમાં જે પિંડપણાની શક્તિ રહેલી છે તે શક્તિરૂપ પર્યાય આમ આ બન્ને પર્યાયોનો જે કાલે (ઘટ બનતી વેળાએ) વિલય થાય છે તે જ કાલે આ જ મૃપિંડ નીચેથી પહોળો-પહોળો અને પેટના ઉપરના ભાગથી સાંકડો-સાંકડો એટલે કે પૃથુબુબ્બોદરાદિ જે આકાર છે તે આકારપણે, તથા જલાહરણ-બૃતાહરણ-તૈલાહરણ વગેરે ઘટની જે શક્તિઓ છે તે શક્તિઓ રૂપે આ પદાર્થ ઉત્પન્ન થાય છે. સારાંશ કે મૃતિંડાકારપણે નાશ અને પૃથુબુબ્બોદરાદિ આકારપણે ઉત્પાદ, માટીના પિંડની જે શક્તિઓ છે તે શક્તિ સ્વરૂપે નાશ અને ઘટની જે શક્તિઓ છે તે શક્તિઓ પણે ઉત્પાદ. આ પર્યાયનો પલટો એકીસાથે એકકાલે થાય છે. તેથી તેમાં ઉત્પત્તિ અને નાશ સંભવે છે.
(૩) જે સમયે આ વસ્તુ પિંડાકાર અને પિંડની શક્તિસ્વરૂપે નાશ પામે છે તથા જે સમયે ઘટાકારપણે અને ઘટની શક્તિસ્વરૂપે આ વસ્તુ ઉત્પન્ન થાય છે તે જ સમયે રૂપ-રસ-ગંધ અને સ્પર્શરૂપે તથા માટીદ્રવ્યસ્વરૂપે આ પિંડ નથી ઉત્પન્ન થતો કે નથી નાશ પામતો. તેથી તે વર્ણાદિવાળાપણે અને માટીદ્રવ્યરૂપે આ પદાર્થ નિત્ય કહેવાય છે. કારણ કે તે પદાર્થ વર્ણાદિવાળાપણે અને માટી સ્વરૂપે પહેલાં પણ હતો અને હાલ પણ છે. અને ભવિષ્યમાં પણ રહેશેમાટે સદાકાલ તે ભાવે આ પદાર્થ અવસ્થિત છે.
તે આ પ્રમાણે - માટીનો આ પિંડ, પોતાના પિંડાકારપણે અને પિંડની શક્તિસ્વરૂપે નાશ પામે છે. તે જ કાલે ઘટાકારપણે અને ઘટગત શક્તિસ્વરૂપે તે પદાર્થ ઉત્પન્ન થાય છે. તથા તે જ કાલે રૂપાદિ ગુણોવાળાપણે અને માટીદ્રવ્યરૂપે સ્થિર (ધ્રુવ) રહે જ છે. આ પ્રમાણે આ પદાર્થ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવવાળો કહેવાય છે.