________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
(૧) જેમ સાંડશો એ લોખંડને પકડવાનું સાધન છે તેને સંસ્કૃત ભાષામાં “આદાન” કહેવાય છે. આદાન એટલે વસ્તુ જેના ગ્રહણ કરાય તે આદાન અને લોખંડને આઠેય કહેવાય છે. આઠેય એટલે ગ્રહણ કરવા લાયક પદાર્થ. જ્યાં જ્યાં આદાન-આદેયભાવ હોય છે ત્યાં ત્યાં તેનો આદાતા (ગ્રહણ કરનાર કર્તા) પણ અવશ્ય હોય જ છે. જેમકે સાંડશો અને લોખંડ, જ્યાં આદાન-આદેયભાવ હોય છે ત્યાં તેનો આદાતા કોઈક અવશ્ય હોય જ છે. તેવી રીતે પાંચ ઈન્દ્રિયો એ વિષયને ગ્રહણ કરવામાં સાધનભૂત છે માટે આદાન છે અને પાંચ ઈન્દ્રિયોના વિષયો એ ગ્રહણ કરવા લાયક હોવાથી આઠેય કહેવાય છે. આ રીતે ઈન્દ્રિયો અને વિષયોની વચ્ચે આદાન-આદેયભાવ હોવાથી અવશ્ય તે બન્નેનો આદાતા (કર્તા-ગ્રહણ કરનાર) કોઈક હોવો જોઈએ. જે આદાતા છે તે જ જીવ નામનો પદાર્થ છે.
ગણધરવાદ
૧૯૫
(૨) ભોજન એ ભોગ્ય પદાર્થ છે. તેથી તે ભોજનનો કોઈક મનુષ્ય અવશ્ય ભોક્તા છે. જે જે ભોગ્ય પદાર્થો હોય છે. તેના કોઈકને કોઈક અવશ્ય ભોક્તા હોય જ છે. જેમકે
ઘર એ ભોગ્ય છે તો તેનો ભોક્તા પુરુષ હોય જ છે. તેવી જ રીતે આ શરીરાદિ એ પણ ભોગ્ય છે તેથી તે શરીરાદિનો કોઈક ભોક્તા અવશ્ય હોવો જોઈએ. જે ભોક્તા છે તે જ જીવ છે તથા ઘર એ જેમ વ્યવસ્થિતપણે ગોઠવાયેલા અવયવોનો સંઘાત (સમૂહ) છે. રસોડાના ભાગમાં રસોઈની જ વ્યવસ્થા, શયનખંડમાં શય્યાની જ વ્યવસ્થા, બેઠકખંડમાં બેસવા માટેની વ્યવસ્થા, સ્તંભની જગ્યાએ જ સ્તંભ, બારી-બારણાંની જગ્યાએ જ યથાસ્થિત બારી-બારણાં, આમ વ્યવસ્થિત અવયવસમૂહ હોવાથી તેનો બાંધનાર સ્વામી માલિક કોઈક છે જ. તેવી રીતે આ શરીર પણ હાથની જગ્યાએ જ હાથ, પગની જગ્યાએ જ પગ, સર્વે પણ મનુષ્યોને યથાસ્થિતપણે જ આંખ-કાન-નાક-જીભ આદિની રચના, પશુ
પક્ષીઓના શરીરની પણ પોતાના ભવને યોગ્ય યથાસ્થિતપણે જ અવયવોની રચના છે.
માટે આવા વ્યવસ્થિતપણે અવયવોના સમૂહરૂપે બનતા શરીરનો પણ કોઈક સ્વામીમાલિક છે. જે સ્વામી છે તે જીવ છે.
(૩) ઉપરની ગાથાઓમાં કુલાલ (કુંભાર), કર્માર (લુહાર) પુરુષ અને સ્વામીનાં જે ઉદાહરણો આપ્યાં છે તેની જેમ શરીર અને ઈન્દ્રિયોનો જે કર્તા છે, જે નિયન્તા છે, જે આદાતા છે, જે ભોક્તા છે અને જે સ્વામી છે તે શરીર અને ઈન્દ્રિયોથી ભિન્ન એવો જીવ નામનો કોઈક પદાર્થ અવશ્ય છે. આમ જીવની સિદ્ધિ થાય છે.
પ્રશ્ન - જો તમે કુલાલ-કર્માર-પુરુષ અને સ્વામીનાં ઉદાહરણો આપીને તેના જેવો કર્તા-ભોક્તારૂપે જીવ સિદ્ધ કરશો તો જેવો આત્મા જૈન શાસ્ત્રોમાં કહ્યો છે તેનાથી વિરુદ્ધ