________________
૩૭૪
પાંચમા ગણધર - સૌધર્મ
( यच्च शृगालो वै एष जायते, वेदविहितमित्यादि । स्वर्गीयं यच्च फलं, तदसंबद्धं सदृशतायाम् ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - કેવળ એકલી સદેશતા માનવામાં “જે મલ-મૂત્ર સાથે બાળવામાં આવે શિયાળ થાય છે'' ઈત્યાદિ વેદપાઠમાં જે કથન છે તે, તથા અગ્નિહોત્રાદિ યજ્ઞ કરનારા સ્વર્ગીય ફળને પામે છે તે પાઠો સંબંધ વિનાના થઈ જાય છે. અર્થાત્ તે પાઠોનું કથન વ્યર્થ થાય છે. ૧૮૦૦
-
વિવેચન - હે સુધર્મ ! આ ભવ અને પરભવમાં કેવળ એકલી સદંશતા માનવામાં નીચે મુજબના જે જે વેદપાઠો છે તેનો અર્થ પણ સંગત થતો નથી. શાસ્ત્રોના પાઠોના અર્થની સંગતિ ન થાય તેવા તેવા આગ્રહો રાખવા એ આપણું મિથ્યાત્વ છે. જે ત્યજવા લાયક છે.
(૧)‘‘કૃાતો થૈ ષ ખાયતે ય: સપુરીષો વદ્યતે'' આ જે પ્રથમ વેદવાક્ય છે. તેનો અર્થ આવો છે કે પુરીષ = મલમૂત્ર, તેનાથી સહિત જે મનુષ્ય છે. તેને બાળવામાં આવે તો તે મરીને શિયાળ થાય છે. “હવે આ ભવમાં જે જેવો તે ભવાન્તરમાં પણ તેવો જ
થતો હોય તો આ પાઠમાં મનુષ્ય મરીને શિયાળ થાય છે. આમ જે કહ્યું છે તે ઘટતું નથી. કારણ કે જો સર્દશતાનો જ આગ્રહ રાખવામાં આવે તો પુરુષાદિ રૂપે રહેલા મનુષ્યનું ભવાન્તરમાં શિયાળ આદિ રૂપે થવાપણું સંભવી શકે નહીં.
(૨) ‘અગ્નિહોત્ર ખુદુયાત્ સ્વર્નામ:'' સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ, તથા “અનિષ્ટોમેન યમરાજ્યમિનયતિ'' અગ્નિષ્ટોમ યજ્ઞ કરવા વડે તે યમના રાજ્યને જિતે છે. અર્થાત્ અમરપણાને (સ્વર્ગસુખને) પામે છે. આ બન્ને વેદના પાઠો એમ સૂચવે છે કે મનુષ્ય અગ્નિહોત્ર યજ્ઞ અને અગ્નિષ્ટોમ યજ્ઞ કરે છે. તે ભવાન્તરમાં સ્વર્ગનાં સુખ પામે છે. તે બન્ને પાઠો તમારા મતે સંબંધ વિનાના થશે. અર્થાત્ આ બન્ને પાઠો ખોટા ઠરશે. કારણ કે તમારા મતે મનુષ્ય મરીને (મનુષ્ય જ થાય આવો સદંશપણાનો આગ્રહ હોવાથી) દેવપણું પામી શકે નહીં.
પ્રશ્ન - જો સમાનજાતિ ન થતી હોય અને વિજાતીયપણે ઉત્પત્તિ થતી હોય તો “પુરુષો થૈ પુરુષત્વમશ્રુતે, પાવ: પશુત્વમ્'' પુરુષ મરીને પુરુષ થાય અને પશુઓ મરીને પશુપણાને પામે છે. આવા પ્રકારનો સર્દશતાનો બોધક પણ વેદપાઠ છે. તે પાઠનો અર્થ કેમ સંગત થશે ?