________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
...465
ગણધરવાદ સાતમા ગણધર - મૌર્ય
૪૬૫ ગાથાર્થ - અથવા જો દેવો ન માનવામાં આવે તો અગ્નિહોત્રાદિ જે ક્રિયાઓ કહી છે તે નિષ્ફળ થઈ જાય અને યજ્ઞોનું જે સ્વર્ગપ્રાપ્તિ રૂપ ફળ કહ્યું છે તે તથા દાનાદિ ધર્મક્રિયાઓનું જે ફળ લોકમાં પ્રસિદ્ધ છે તે સર્વ અયુક્ત થઈ જશે. (જો દેવ નહીં માનો તો). /૧૮૮૨ll
વિવેચન - જો “દેવો છે” આવું નહીં સ્વીકારવામાં આવે તો અગ્નિહોત્રાદિ યજ્ઞોનું જે સ્વર્ગીય ફળ વેદોમાં કહેલું છે તે ઘટશે નહીં. “મનહોત્ર ગુહુયાત્ સ્વામ:” સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ આવું વેદવાક્ય છે. તે નિષ્ફળ થઈ જાય. આ પાઠમાં અગ્નિહોત્ર યજ્ઞનું સ્વર્ગપ્રાપ્તિ સ્વરૂપ ફળ અતિશય સ્પષ્ટ કહેલ છે. તે તથા બીજા યજ્ઞોનું જે જે ફળ શાસ્ત્રોમાં કહેલ છે તે તથા દાનાદિ ધર્મક્રિયાઓનું જે પુણ્યફળ આ લોકમાં પ્રસિદ્ધ છે તે કંઈ ઘટશે નહીં, તે બધું અયુક્ત જ ઠરશે. કારણ કે આ બધી ઉત્તમ ક્રિયાઓ છે. તેનું ફળ સ્વર્ગપ્રાપ્તિ કહેલું છે. હવે જો સ્વર્ગ જ (સ્વર્ગમાં રહેનારા દેવો જ) ન હોય તો સ્વર્ગ ક્યાંથી હોય ? દેવોને રહેવાનું જે સ્થાન તે સ્વર્ગ કહેવાય છે. તેથી દેવો (સ્વર્ગી) હોય તો જ તેઓને રહેવાનું સ્થાન સ્વર્ગ પણ હોઈ શકે. માટે અવશ્ય દેવો છે.
વળી “સ ઇવ યજ્ઞપુથી' ઈત્યાદિ ૧૮૬૬ મી ગાથામાં લખેલાં વેદનાં બધાં જ પદો દેવોના અસ્તિત્વને સૂચવનારાં પદો છે. તો પછી હે મૌર્યપંડિત ! તમે તે દેવોને કેમ સ્વીકારતા નથી ? વળી ૧૮૬૬ મી ગાથામાં લખેલું જે વેદવાક્ય છે કે “ નાનાતિ માયોપમન્ ગીર્વાન-યમ-વરુપ-વેરાવીન” ઈત્યાદિ જે વાક્ય છે તે પણ દેવોના નાસ્તિત્વને સૂચવનારું વાક્ય નથી. પરંતુ દેવપણાની ઋદ્ધિ પણ માયાની તુલ્ય છે. અર્થાત્ જેમ વાદળ વિખેરાય તેમ દેવભવની ઋદ્ધિ મળી હોય તો પણ તે ચાલી જાય છે. અનિત્ય છે, ક્ષણિક છે. તો પછી બીજી શેષ ઋદ્ધિની વાત તો કરવી જ શું? સાંસારિક સર્વે પણ ઋદ્ધિ-સિદ્ધિ ક્ષણિક છે, માયામય છે. આજે છે અને કાલે નથી. અર્થાત્ અનિત્ય છે. એમ સમજાવવા માટે “માયોપમાન્” લખ્યું છે પરંતુ દેવોના નાસ્તિત્વને સૂચવવા માટે નથી. જો એમ અર્થ ન કરીએ અને દેવો નથી જ, આમ માની લઈએ તો દેવોના અસ્તિત્વને સૂચવનારાં વાક્યો નિરર્થક થઈ જાય.
તથા શ્રુતિમાં અને ઉપનિષદાદિમાં કહેલા મન્નવાચી પદો દ્વારા ઈન્દ્રાદિ દેવોનું કરાતું આહ્વાન પણ નિરર્થક થઈ જાય. માટે “દેવો નથી એમ નહીં” પણ દેવો છે. I/૧૮૮૨TI
આ જ વાત વધારે સ્પષ્ટ કરે છે -