________________
ગણધરવાદ નવમા ગણધર - અચલભ્રાતા
૫૦૩ તેમ પુણ્ય-પાપ એ અભ્યન્તર કારણ પણ છે. ઘટને અનુરૂપ માટી, પટને અનુરૂપ જેમ તત્ત્વ છે તેમ સુખને અનુરૂપ પુણ્ય અને દુઃખને અનુરૂપ પાપ નામનાં કારણ છે. II૧૯૨૧]
આ વિષયમાં અલભ્રાતાજી પ્રશ્ન કરે છે કે - सुह-दुक्खकारणं जइ कम्मं, कजस्स तदणुरूवं च । पत्तमरूवं तंपि हु, अह रूविं नाणुरूवं तो ॥१९२२॥ (सुखदुःखकारणं यदि कर्म कार्यस्य तदनुरूपञ्च । प्राप्तमरूपं तदपि खल्वथ रूपि नानुरूपं ततः ॥)
ગાથાર્થ - સુખ અને દુઃખનું કારણ જો કર્મ કહેશો અને તે પણ કાર્યને અનુરૂપ જ કહેશો તો તે કર્મ અરૂપી છે એમ પ્રાપ્ત થશે અને જો તે કર્મને રૂપી કહેશો તો તે કાર્યને અનુરૂપ કહેવાશે નહીં. /૧૯૨૨/
વિવેચન - હે ભગવાન્ ! તમે સુખ અને દુઃખનું કારણ કર્મ કહો છો અને તે પણ કાર્યને અનુરૂપ કહો છો. આ વાત બરાબર સંગત થતી નથી. કારણ કે જો સુખ અને દુઃખનું કારણ કર્મ હોય અને તે કર્મ પણ કાર્યને એટલે કે સુખ-દુઃખને અનુરૂપ જ હોવું જોઈએ. અર્થાત્ સદેશ જ હોવું જોઈએ. આમ જો ઈચ્છાય તો સુખ અને દુઃખ એ આત્માનો અનુભવરૂપ ધર્મ હોવાથી આત્મપરિણામરૂપ છે માટે અરૂપી છે. તેથી પુણ્ય-પાપાત્મક કર્મ પણ તેને અનુરૂપ માનવાથી અરૂપી જ સ્વીકારવું પડશે. તમે તો કામણવર્ગણાનાં પુદ્ગલોનું બનેલું કર્મ કહો છો. જે પુગલદ્રવ્ય હોવાથી વર્ણાદિવાળું છે માટે રૂપી છે. હવે જો કર્મ રૂપી છે એમ માનીએ તો તે સુખ-દુઃખને અનુરૂપ કારણ ન કહેવાય. કારણ કે સુખ-દુઃખ આત્મપરિણામાત્મક હોવાથી અરૂપી છે અને કર્મ તો પુદ્ગલાત્મક હોવાથી રૂપી છે. માટે કર્મ એ તો સુખ-દુઃખથી વિલક્ષણ થયું. આ રીતે વિચારતાં કર્મ એ સુખ-દુઃખનું કારણ ઘટી શકતું નથી. જો કર્મને અનુરૂપકારણ માનીએ તો કર્મ અરૂપી માનવું પડે, અને કર્મને રૂપી માનીએ તો અનુરૂપકારણપણું ઘટતું નથી. આવો પ્રશ્નકાર અચલભ્રાતનો આશય છે. ૧૯૨૨.
ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર ભગવાન આપે છે - न हि सव्वहाणुरूवं, भिन्नं वा कारणं, अह मयं ते । किं कजकारणत्तणमहवा वत्थुत्तणं तस्स ॥१९२३॥