________________
ગણધરવાદ
૫૦૬
નવમા ગણધર - અચલભ્રાતા ગાથાર્થ - સર્વે પણ વસ્તુઓ તુલ્ય-અતુલ્યરૂપ છે. જો આમ છે તો કારણની આ કાર્યાનુરૂપતા વળી શું વિશેષ છે ? કાર્ય એ કારણનો સ્વપર્યાય અને બાકીનો સઘળો કારણનો પરપર્યાય છે. ll૧૯૨૪ll
વિવેચન - કાર્યથી કારણ કેટલાક ધર્મોથી તુલ્ય છે અને કેટલાક ધર્મોથી અતુલ્ય છે. અર્થાત્ તુલ્યાતુલ્ય છે. કાર્ય અને કારણ જ તુલ્ય-અતુલ્ય છે આટલું જ નહીં પરંતુ ત્રણે ભુવનની અંદર રહેલી સઘળી પણ વસ્તુઓ પરસ્પર તુલ્ય-અતુલ્ય છે. ત્રણે ભુવનમાં રહેલી કોઈપણ વસ્તુ કોઈપણ વસ્તુની સાથે સર્વથા તુલ્ય (અનુરૂપ) જ હોય કે સર્વથા અતુલ્ય (અનનુરૂપ) જ હોય એવું બનતું નથી. જેમ કે ઘટ અને પટ જલાધારતા અને શીતત્રાણતા ધર્મથી અતુલ્ય છે છતાં બન્ને પુગલદ્રવ્યપણે તુલ્ય છે. આમ સર્વત્ર તુલ્યાતુલ્યતા છે.
પ્રશ્ન - જો કોઈપણ વસ્તુ કોઈપણ વસ્તુની સાથે તુલ્યાતુલ્ય જ છે તો પછી પ્રશ્નનો અવસર પામીને અલભ્રાતાજી પ્રશ્ન કરે છે કે જો આમ સર્વ વસ્તુઓમાં પરસ્પર તુલ્યતા અને અતુલ્યતા બને રહેલી છે જ, તો પછી “કાર્યને અનુરૂપ કારણ હોવું જોઈએ” આમ કહીને કારણમાં કઈ વિશિષ્ટ કાર્યાનુરૂપતા (કાર્યની સાથે તુલ્યતા) તમારા વડે ઈચ્છાય છે? કે જેથી ૧૯૨૧મી ગાથામાં ભારપૂર્વક આમ કહેવાયું છે કે સુખ અને દુઃખને અનુરૂપ જ કારણ હોવું જોઈએ અને જે અનુરૂપ કારણ છે તે કર્મ છે.
જો કોઈ કારણ પોતાના કાર્યની સાથે એકાત્તે અનુરૂપ સંભવતું હોય તો જ આમ કહેવું ઉચિત છે. પરંતુ જો કોઈપણ વસ્તુ કોઈ પણ વસ્તુની સાથે એકાન્ત અનુરૂપ કે એકાન્ત અનનુરૂપ છે જ નહીં. પરંતુ સર્વે વસ્તુઓ સર્વની સાથે પરસ્પર તુલ્યાતુલ્ય રૂપ જ છે. તો કાર્ય અને કારણમાં અનુરૂપતા હોવી જોઈએ આવું વિશેષણ લગાડીને આ કથન વિશેષનું શું પ્રયોજન છે? બધે તુલ્યાતુલ્યતા છે તેમ કાર્ય-કારણમાં પણ તુલ્યાતુલ્યતા છે જ, પછી વિશેષ કહેવાની પાછળ આશય શું?
ઉત્તર - હે સૌમ્ય ! જો કે તુલ્યાતુલ્યતા સર્વવ્યાપી છે એટલે કે સર્વે પણ વસ્તુઓ સર્વે વસ્તુઓની સાથે કેટલાક ધર્મોથી તુલ્ય અને કેટલાક ધર્મોથી અતુલ્ય છે. તેવી જ રીતે કાર્ય-કારણમાં પણ તુલ્યાતુલ્યતા છે જ. તો પણ અહીં કાર્યને અનુરૂપ કારણ હોવું જોઈએ એવી જે વિશેષતા જણાવાય છે તે એ છે કે જે કારણમાંથી જે કાર્ય નીપજે છે તે કાર્ય તે કારણનો સ્વપર્યાય કહેવાય છે. જેમાં માટીમાંથી ઘટ નીપજે છે માટે ઘટ એ માટીનો સ્વપર્યાય છે. પટ એ તત્ત્વનો સ્વપર્યાય છે. આ રીતે સ્વપર્યાયની અપેક્ષાએ કાર્યને અનુરૂપ કારણ અહીં ઈચ્છાય છે. શેષ એટલે બાકીના અકાર્યરૂપ જે સર્વે પણ પદાર્થ છે. તે